Western Times News

Gujarati News

બ્લૂટૂથ દ્વારા બોટલ કેપને અનલોક કરી શકાય છે

નવી દિલ્હી, કોકા કોલા ચર્ચામાં છે, ચર્ચાનું કારણ એ છે કે કંપનીએ બજારમાં લોન્ચ કરેલી ખાસ પ્રકારની બોટલ. કંપનીએ દિવાળીના તહેવાર પર એવી બોટલ રજૂ કરી છે, જેનું ઢાંકણું બ્લૂટૂથ દ્વારા અનલોક કરી શકાય છે. કોકા કોલા એવી બ્રાન્ડ્‌સમાંની એક છે જેણે સોફ્ટ ડ્રિંકની દુનિયામાં રેકોર્ડ બનાવ્યો છે. આજે આ કંપની વિશ્વના ૨૦૦ દેશોમાં ૨૦૦થી વધુ બ્રાન્ડ્‌સનું વેચાણ કરી રહી છે.

કોકાકોલાની શરૂઆત ૧૮૮૬માં એટલાન્ટામાં થઈ હતી. તેની શરૂઆત ફાર્માસિસ્ટ જ્હોન પેમ્બર્ટન દ્વારા કરવામાં આવી હતી. તેમની લેબમાં, જ્હોને દવા સંબંધિત પ્રયોગો દરમિયાન સોડામાંથી એક ખાસ પ્રવાહી બનાવ્યું. તેને તૈયાર કર્યા પછી, કેટલાક લોકોને તે સ્વાદ માટે આપવામાં આવ્યું હતું અને તેમને તે ખૂબ જ પસંદ આવ્યું હતું.

આ રીતે કોકા કોલાની ફોર્મ્યુલા શોધાઈ, પરંતુ આજે પણ તેની ફોર્મ્યુલા તિજાેરીમાં બંધ છે. કંપનીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, ૮ મે ૧૮૮૬ એ દિવસ હતો જ્યારે લોકોએ પ્રથમ વખત કોકા કોલાનો સ્વાદ ચાખ્યો હતો. શરૂઆતના દિવસોમાં, તે બોટલમાં નહીં પણ ગ્લાસમાં પીરસવામાં આવતું હતું. રોજના માત્ર નવ ગ્લાસ વેચાતા હતા. ધીમે ધીમે તેનો સ્વાદ લોકોની જીભ પર ચઢવા લાગ્યો.

જ્હોનના એકાઉન્ટન્ટ ફ્રેન્ક રોબિનસને આ સોફ્ટ ડ્રિંકનું નામ આપવાનું કામ કર્યું હતું. તેમનું માનવું હતું કે કંપનીનું નામ ઝ્ર રાખવામાં આવે તો કંપનીને ફાયદો થશે. નવાઈની વાત એ છે કે આ કંપની માત્ર પોતાનું સરબત(ચાસણી) બનાવે છે.

આમાં, પાણી અને ખાંડ અન્ય જગ્યાએ ભેળવવામાં આવે છે. છેલ્લા ૧૩૬ વર્ષની સફરમાં, કંપની તેની ચાસણી બોટલિંગ ભાગીદારોને વેચે છે. તે ભાગીદાર તેને પાણી, સ્વીટનર, સોડા સાથે બોટલમાં પેક કરે છે અને તેને બજારમાં પહોંચાડે છે.

સમય જતાં, કંપનીએ વિવિધ પ્રકારના સોફ્ટ ડ્રિંક્સ પણ તૈયાર કર્યા પરંતુ કોકા કોલાના ટેસ્ટમાં કોઈ ફેરફાર કર્યો નહીં. હાલમાં, કંપની પાસે ફેન્ટા, થમ્સઅપ અને સ્પ્રાઈટ સહિત ૨૦૦ બ્રાન્ડ્‌સ છે.

ભારતમાં કોકા કોલાની પ્રથમ એન્ટ્રી ૧૯૫૬માં થઈ હતી. કંપનીએ ઝડપથી બિઝનેસ વધારવાનું શરૂ કર્યું, કારણ કે તે સમયે બિઝનેસ સંબંધિત કાયદો બહુ કડક ન હતો. ૧૯૭૪માં તત્કાલીન ઈન્દિરા ગાંધીની સરકારે ફોરેન એક્સચેન્જ એક્ટ લાગુ કર્યો હતો.

આ પછી કંપનીએ ભારતમાં બિઝનેસ બંધ કરી દીધો. ૧૯૯૩ માં ઉદારીકરણની નીતિઓને કારણે, કંપનીએ ફરી એકવાર ભારતમાં પ્રવેશ કર્યો અને દેશમાં એક જાણીતી બ્રાન્ડ તરીકે ઉભરી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.