Western Times News

Gujarati News

ડિફેન્સ એક્સ્પો 2022માં અશોક લેલેન્ડે ત્રણ આધુનિક પ્રોડક્ટ્સનું પ્રદર્શન

Ashok Leyland demonstrates ‘Atmanirbhar Bharat’ prowess Exhibits three advanced products at DefExpo 2022

ગાંધીનગર, હિન્દુજા ગ્રૂપની ભારત સ્થિત ફ્લેગશિપ કંપની અને ભારતીય લશ્કરને લોજિસ્ટિક્સ વાહનોની સૌથી મોટી સપ્લાયર અશોક લેલેન્ડે આજે ગાંધીનગર ખાતે સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત ભારતનાં ટોચનાં ડિફેન્સ એક્ઝિબિશન ડિફેન્સ એક્સ્પો (DefExpo) 2022માં ત્રણ એડવાન્સ્ડ ટેકનોલોજી પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ પ્રદર્શિત કર્યા હતા. Ashok Leyland demonstrates ‘Atmanirbhar Bharat’ prowess Exhibits three advanced products at DefExpo 2022

કારગિલ યુધ્ધના હીરો અને બીજા ક્રમનાં શૌર્ય ચક્ર મહાવીર ચક્ર વિજેતા કર્નલ સોનમ વાંગચુકે અશોક લેલેન્ડ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન કરેલા, વિક્સાવેલા અને ઉત્પાદિત કરેલા તદ્દન નવા લાઇટ જનરલ સર્વિસ વ્હિકલ “JEET 4×4” નું અનાવરણ કર્યું હતું. અશોક લેલેન્ડના વાઇસ પ્રેસિડન્ટ (ડિફેન્સ અને પાવર સોલ્યુશન્સ બિઝનેસ) રાજેશ આરે ભારતીય લશ્કર અને સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં અન્ય પ્રોડક્ટ્સનું અનાવરણ અને લોંચિંગ કર્યું હતું.

Def Expo 2022માં પ્રદર્શિત કરવામાં આવેલી પ્રોડક્ટ્સ આ પ્રમાણે છેઃ

JEET 4×4: કસોટીમાં ખરું ઉતરેલું પ્લેટફોર્મ, ટેકરીઓ, ઊંચાઇવાળા વિસ્તારો, મેદાન વિસ્તારો, સપાટ વિસ્તારો અને રણ પ્રદેશમાં ઉપયોગ માટે સજ્જ.
LBPV 4×4:  લાઇટ બુલેટ પ્રુફ વ્હિકલ  4×4
ટેન્ક T72 GB એસેમબ્લી એગ્રીગેટ્સઃ ગિયર બોક્સિસ

ભારતીય લશ્કર સાથે તેની લોજિસ્ટિક જરૂરિયાતો માટે ભાગીદારી કરીને અશોક લેલેન્ડ ‘આપકી જીત, હમારી જીત’ની ફિલોસોફીને અનુસરીને દેશની સશસ્ત્ર સેનાઓ માટે નેક્સ્ટ જનરેશન મોબિલિટી સોલ્યુશન અને ટેકનોલોજી પૂરી પાડવામાં અગ્રેસર રહી છે.

અશોક લેલેન્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, “અમે ભારતીય સશસ્ત્ર દળોને મોબાલિટી માટેનાં એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પૂરાં પાડવા વિશ્વાસુ ભાગીદાર તરીકે કામ કરતા રહ્યા છીએ. આજે પ્રદર્શિત કરવામાં આવેલી પ્રોડક્ટ્સ અમારી ટીમની ક્ષમતા અને ઓપરેટિંગ કન્ડિશન્સની સમજણ દર્શાવે છે. અમે અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરવા અને આત્મનિર્ભર ભારત પહેલની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપવા સતત પ્રયાસશીલ છીએ.”

ડિફેન્સ એક્સ્પોમાં બોલતા અશોક લેલેન્ડના વાઇસ પ્રેસિડન્ટ (ડિફેન્સ અને પાવર સોલ્યુશન્સ બિઝનેસ) રાજેશ આરે જણાવ્યું હતું કે, “ડિફેન્સ એક્સ્પોમાં અમે અંદાજિત મોબિલિટી ટ્રેન્ડ્સને ધ્યાનમાં રાખતા સંરક્ષણ દળો માટે અમારી નેક્સ્ટ જનરેશન ક્ષમતાઓ રજૂ કરતા આનંદ અનુભવીએ છીએ. અમારા ઇન-હાઉસ આરએન્ડડી દ્વારા વિક્સાવવામાં આવેલા આ એડવાન્સ્ડ ટેકનોલોજી સોલ્યુશન્સ સંસાધન કાર્યક્ષમતા અને ઓપ્ટિમાઇઝેશનની વધતી જતી માંગને પણ સંતોષશે.”

ડિફેન્સ એક્સ્પો 2022માં અશોક લેલેન્ડનાં પ્રદર્શનો*ની વિગતોઃ

JEET 4×4: JEET 4×4 કસોટીમાં પાર ઉતરેલાં પ્લેટફોર્મ પર વિક્સાવવામાં આવ્યું છે, જે જનરલ સર્વિસ (GS) કામમાં સૌથી યોગ્ય છે. આ વાહન ટેકરીઓ, ઊંચાઇવાળા વિસ્તારો, મેદાન વિસ્તારો, સપાટ વિસ્તારો અને રણ પ્રદેશમાં ઉપયોગ માટે સજ્જ છે. આ વાહનની તમામ સિસ્ટમમાં સમકાલીન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

LBPV 4×4:  લાઇટ બુલેટ પ્રુફ વ્હિકલ  4×4 વૈવિધ્યપૂર્ણ પ્લેટફોર્મ છે. બળવાખોરી કે ત્રાસવાદ સામેનાં અભિયાનો, જાસૂસી પૂર્વેક્ષણ, ઝડપી પ્રતિક્રિયા અને પેટ્રોલિંગ જેવાં વિવિધ વ્યૂહાત્મક અભિયાનોમાં 6 લડાકુ સૈનિકોની નાની ટીમોને લઇ જવા માટે બનાવવામાં આવેલું આ પ્લેટફોર્મ સ્વદેશી બનાવટની ડિઝાઇન ધરાવે છે.

LBPV તમામ ભૂપ્રદેશમાં ઉપયોગમાં લઈ શકાય તે રીતે બનાવવામાં આવ્યું છે, જેમાં આર્મર્ડ પ્રોટેક્શન છે અને યુધ્ધનાં મેદાનમાં સ્વતંત્ર રીતે કામમાં લેવા માટે શસ્ત્ર ફીટ કરી કરવાની સુવિધા ધરાવે છે. વ્હિલ ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન, ABS, રાઇડ હાઇટ મેનેજમેન્ટ અને બીજાં અનેક વિકલ્પો તેને અલગ બનાવે છે. LBPV 4×4 ભારતમાં બનેલું વિશ્વકક્ષાનું વાહન છે.

ટેન્ક T72 GB એસેમબ્લી એગ્રીગેટ્સઃ ટેન્ક T-72 માટેનાં આ ગિયર બોક્સને ભારતમાં ‘અજેયા’ કહેવામાં આવે છે. અશોક લેલેન્ડ T-72 માટે ગિયર બોક્સ સહિતની સબ-એસેમ્બલી અને સબ-કોમ્પોનન્ટ્સનું ઉત્પાદન શરૂ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.