Western Times News

Gujarati News

વલસાડ વિધાનસભા બેઠક પર ઉમેદવારોનો રાફડો ફાટ્યો

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માંથી બે વિધાનસભા બેઠકોની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે ભાજપ દ્વારા ટિકિટ વાનંછુઓ ના સેન્સ લેવાની પ્રક્રિયા સરુ કરી છે.. વલસાડ જિલ્લાની વલસાડ અને ધરમપુર વિધાનસભાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી…

આથી નિરીક્ષકો સમક્ષ દાવેદારો અને તેમના ટેકેદારો રજૂઆત કરવા પહોંચ્યા હતા. જાે કે શ્રી જી પાર્ટી પ્લોટ ખાતે ઉમેદવારો નો વલસાડ વિધાનસભા બેઠક ઉપર શો ફાટ્યો અને આ રહી ઉમેદવારો ની યાદી ૨૬ જેટલાં ઉમેદવારોએ ટિકિટ ની માંગણી કરતા વલસાડ નું રાજકારણ ગરમાયું છે

વલસાડ ૧ ભરતભાઈ પટેલ ૨ સોનલબેન સોલંકી ૩ રાજેશભાઈ ભાનુશાલી ૪ આનંદભાઈ પટેલ ૫ જીગીશાબેન પટેલ ૬ એડવોકેટ પ્રવીણભાઈ ડી પટેલ ૭ ગીરીશભાઈ ટંડેલ ૮ આસિત ભાઇ દેસાઈ ૯ દિવ્યેશ ભાઈ પાંડે ૧૦ જીતેશભાઈ પટેલ ૧૧ પ્રવિણાબેન પટેલ ૧૨ ઉર્જેશભાઈ પટેલ ૧૩ દીપકભાઈ રાણા

૧૪ ર્ડો અસિત ભાઈ નાયક ૧૫ ભરતી બેન પટેલ ૧૬ કમલેશ ગજાનંદ પટેલ ૧૭ હિતેશ દેસાઈ ૧૮ દર્શના બેન કિશોર પટેલ ૨૦ લલિત ગુગલીયા ૨૧ હેતલ દેસાઈ ૨૨ નિલેશ ભંડારી ૨૩ અમ્રુત ભાઈ ટંડેલ અને અન્ય ૩ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ગણતરીના દિવસે બાકી રહ્યા છે.

ત્યારે ભાજપ દ્વારા વલસાડ જિલ્લાની ૫ બેઠકો માટે સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગતરોજ કપરાડા, પારડી અને ઉમરગામના ટીકીટ ઇચ્છુક ઉમેદવારો માટે ભાજપના કાર્યકરોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

૮ કપરાડાના ૪, પારડી ૮ અને ઉમરગામના ૧૮ ઉમેદવારો માટે સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મોડી રાત સુધી ચાલી હતી કામગીરી..ત્યારે બીજા દિવસે ૫ વિવાદ માં રહેલી અનેક વિરોધ અને વંટોળ જાેવા મળ્યા હતા એવી બે બેઠકો વલસાડ અને ધરમપુર ની બેઠકો માટે પણ દાવેદારો ની હોડ લાગી છે ટેકેદારો સાથે મોટી સંખ્યા માં દાવેદારો પોહચ્યા છે સાંજ સુધી બે બેઠકો ની સેન્સ ની કામગીરી હાથ ધરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.