Western Times News

Gujarati News

ગુજરાત રાજ્યમાં શરૂ થઈ ફુલગુલાબી ઠંડી

અમદાવાદ, નવેમ્બર મહિનાની શરૂઆતની સાથે જ ફુલગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ ચૂકી છે. આમ તો, દિવાળી પછીથી જ વહેલી સવારે સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઠંડી વધશે.

સમગ્ર રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. હવે પછીના પાંચ દિવસ તાપમાન યથાવત્‌ રહેશે પરંતુ તે બાદ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. જ્યોતિષીઓએ પણ આગાહી કરી છે કે, નવેમ્બર મહિનાની શરૂઆતમાં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થશે. તેથી નવેમ્બરમાં જ રાજ્યમાં ઠંડી જમાવટ કરશે. ઉપરાંત કેટલાક વિસ્તારોમાં પારો ૧૦ ડિગ્રીની નીચે જઈ શકે છે.

રાજ્યમાં બે-ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાન ૧૮થી૨૩ ડિગ્રી સુધી રહી શકે છે. જેથી વહેલી સવારે ફુલગુલાબી ઠંડી અનુભવાશે. રાજ્યના કેટલાય ભાગોમાં હજી બપોરે ગરમી અનુભવાઈ રહી છે પરંતુ તેમાં ધીમે-ધીમે ઘટાડો જાેવા મળશે.

નવેમ્બરમાં પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની વકી છે. આગાહી પ્રમાણે, ધીમે-ધીમે હિમવર્ષા વધતાં ઉત્તર પર્વતીય પ્રદેશો સહિત પંજાબ, હરિયાણા, દિલ્હીના ક્ષેત્રોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. પરિણામે ગુજરાતના કેટલાય વિસ્તારોમાં ઋતુ પરિવર્તન જાેવા મળશે.

૫થી૮ નવેમ્બર સુધી ઠંડી પડશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. રાજસ્થાનના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેશે. પૂર્વ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. બંગાળના ઉપસાગર પર હવાના હળવા દબાણની અસર સર્જાશે. દક્ષિણ-પૂર્વીય વિસ્તારોમાં ૧૮-૧૯ નવેમ્બરે ચક્રવાતની સંભાવના છે. ચક્રવાતની અસર દક્ષિણ ભારત અને અરબી સમુદ્રમાં દેખાશે.

ડિસેમ્બરની શરૂઆતમાં હવામાનમાં પરિવર્તન આવી શકે છે. ધુમ્મસનું પ્રમાણ વધારે નોંધાશે. રાજ્યમાં સામાન્ય રીતે ઠંડી ડિસેમ્બરની શરૂઆતમાં પડશે. ૨૨ ડિસેમ્બર બાદ ઠંડીનું જાેર વધશે અને હાડથીજવતી ઠંડી પડશે. આ વખતે શિયાળો થોડો લાંબો ચાલી શકે છે.

ડિસેમ્બર પછી વારંવાર માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાય ભાગોમાં માવઠા જેવો માહોલ રહી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.