Western Times News

Gujarati News

ચુથાનામુવાડા ગામે નવ નિર્માણ પામનાર સામુહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું

માહિતી બ્યુરો મહીસાગર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ચુથાનામુવાડા અને રામભેમ ના મુવાડા ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારના હસ્તે નવ નિર્માણ પામનાર સામુહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનુ લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે,લોકોને સ્વાસ્થ્યને લગતી સુવિધા ઘરઆંગણે મળશે.દર્દીઓને સેવા અર્થે મેલ વોર્ડ,ફિમેલ વોર્ડ,એક્ષરે-રે,લેબોરેટરી,લેબર રૂમ,ઓપરેશન થીયેટર,મેડિસિન રૂમ,સ્ટોર રૂમ,ડૉક્ટર રૂમ,ડેન્ટિસ્ટ રૂમ વગેરે બમધકામ થશે જેના હેઠળ આસપાસના ૨૦થી૨૫ ગામોને આરોગ્ય લક્ષી સેવાઓ મળશે.

કિડનીની ગંભીર બીમારીમાં જરૂરી ડાયાલીસીસ સેવા અર્થે દર્દીને બહાર ન જવું પડે અને તાલુકામાં સેવા મળી રહે તે હેતુસર આપના જિલ્લામાં ડિસ્ટ્રીકટ હોસ્પિટલ લુણાવાડા,સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સંતરામપુર,સા.આ.કે કડાણા,સા આ કે બાલાસિનોર સા.આ કે વિરપુર,અને સા.આ.કે બાકોર ખાતે આ સેવાઓ ઉપલબ્ધ છે. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,ગામના સરપંચશ્રી,આરોગ્ય કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.