Western Times News

Gujarati News

પોલિસે 15 કિલોમીટર છોટાહાથીનો પીછો કર્યોઃ મળ્યો 1.11 લાખનો દારૂ

છોટા હાથીમાંથી ૧.૧૧ લાખનો દારૂ ફિલ્મી ઢબે ૧પ કિ.મી પીછો કરી ઝડપ્યો-રાંધેજાના બુટલેગરે શામળાજી પોલીસને હંફાવી: 1.11 લાખનો દારૂ ઝડપાયો

મોડાસા, અરવલ્લી જીલ્લા એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર પ્રોહીબીશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે છોટા હાથીમાં દારૂની ખેપ મારનાર ગાંધીનગર રાંધેજાના બુટલેગરે શામળાજી પોલીસની ખોડંબા નજીક નાકાબંધીને ભેદી ફિલ્મીઢબે હંકારી મુકતા પોલીસે પીછો કરતા રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા

મરડીયા પાટીયા નજીક બુટલેગરે ઈકો કારને પાછળ ટકકર મારતા છોટા હાથી પલ્ટી જતા પોલીસે બુટલેગરને ૧.૧૧ લાખથી વધુના દારૂ સાથે ઝડપી લીધો હતો.

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ જાેવા મળી રહી છે બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી રાજસ્થાનમાંથી વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ વાહનો મારફતે ઠાલવી રહ્યા છે. અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

શામળાજી પીએસઆઈ વિરલ પટેલ અને તેમની ટીમને રાજસ્થાન તરફથી છોટા હાથીમાં દારૂની ખેપ થતી હોવાની બાતમી મળતા ખોડંબા નજીક નાકાબંધી કરતા બુટલેગરે નાકાબંધીની બાજુમાં રોડની પાસેથી બેફામ ઝડપે છોટા હાથી હંકારી મુકતા પોલીસ અચંબિત બની હતી

પોલીસે પીછો કરતા ૧પ કિ.મી. સુધી હાઈવે પર બુટલેગર પુરઝડપે દોડાવતા જીવણપુર નજીક ઈકો કારને પાછળથી ટકકર મારતા છોટા હાથી પલ્ટી જતા પોલીસે ગુપ્તખાનામાંથી વિદેશી દારૂની ૧.૧૧ લાખથી વધુની વિદેશી દારૂ-બિયર જપ્ત કરી ઈજાગ્રસ્ત બુટલેગર પરેશ જયંતી પટેલ (રહે, રાંધેજા-ગાંધીનગર)ને દબોચી લઈ ૪.૧૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.