Western Times News

Gujarati News

પાટણ મતગણતરી કેન્દ્ર કતપુરની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી

મતગણતરી કેન્દ્રની મુલાકાત દરમિયાન વિવિધ નોડલ ઓફિસર્સ સાથે મતગણતરી કેન્દ્ર વ્યવસ્થા મામલે ચર્ચા કરાઈ

માહિતી બ્યુરો, પાટણ,  ભારતીય ચૂંટણી પંચ દ્વ્રારા તા.૦૩.૧૧.૨૦૨૨ ના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ની જાહેરાત કરી દેવામાં આવી છે. તા.૦૧.૧૨.૨૦૨૨ અને તા.૦૫.૧૨.૨૦૨૨ ના રોજ બે તબક્કામાં મતદાન થશે અને તા.૦૮.૧૨.૨૦૨૨ ના રોજ મતગણતરી કરવાંમાં આવશે. ચૂંટણીની તારીખ જાહેર થતા જ રાજ્યભરમાં વહિવટી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે. પાટણ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં તા.૦૫.૧૨.૨૦૨૨ ના રોજ બીજા તબક્કામાં મતદાન કરવામાં આવશે. જિલ્લામાં તા.૦૮.૧૨.૨૦૨૨ના સરકારી એન્જીયનીયરીંગ કોલેજ કતપુર ખાતે મતગણતરી કરવામાં આવશે ત્યારે મતગણતરી કેન્દ્ર પર વ્યવસ્થા મામલે નોડલ અધિકારીશ્રીઓ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુપ્રિત સીંઘ ગુલાટી દ્વ્રારા જાતચકાસણી કરવામાં આવી હતી.

પાટણ જિલ્લાની મતગણતરી એન્જીનીયરીંગ કોલેજ કતપુર ખાતે કરવામાં આવશે, તેથી મતગણતરી કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત, વીજળી વ્યવસ્થા, ઇમર્જન્સી વ્યવસ્થા, પીવાનું પાણી, શૌચાલય, અગ્નિશમન વ્યવસ્થા, વાહન વ્યવહાર, મિડીયા સેન્ટર વગેરે અંગે પૂરતી ચકાસણી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુપ્રિત સીંઘ ગુલાટી દ્વારા કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના નોડલ ઓફિસર્સ સાથે મતગણતરી કેન્દ્રની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુપ્રિત સીંઘ ગુલાટીએ મતગણતરી કેન્દ્ર પરની વ્યવસ્થા મામલે માર્ગદર્શન આપ્યું હતુ અને સંબધિત નોડલ ઓફિસર્સ પાસેથી જરૂરીયાત મુજબ સુચનો પણ લીધા હતા.

સરકારી એન્જીનીયરીંગ કોલેજ કતપુર ખાતે તા.૦૮.૧૨.૨૦૨૨ના રોજ મતગણતરી થવાની છે ત્યારે દિવસ દરમિયાન આવેલા ઉમેદવારો અને તેમના ટેકેદારો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. મતગણતરીના દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. તદઉપરાંત ઉમેદવારો અને તેઓના ટેકેદારો માટે પાર્કિંગની વ્યવસ્થામાં દિવસ દરમિયાન કોઈ કચાશ ન રહી જાય તેનું પણ પૂરતુ ધ્યાન રાખવામાં આવશે. મતગણતરી કેન્દ્રની મુલાકાત દરમિયાન મતગણતરીના દિવસે બીજા કયા પ્રકારની વ્યવસ્થા કરવી જાેઈએ તે અંગે સંબધિત નોડલ ઓફિસર્સ દ્વારા સુચનો પણ કરવામાં આવ્યા હતા.

તમામ સુચનોનો અમલ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુપ્રિત સીંઘ ગુલાટી દ્વ્રારા નાયબ ચૂંટણી અધિકારીશ્રીને સુચન કરવામાં આવ્યુ હતુ. મતગણતરીના દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે, ભારતીય ચૂંટણીપંચની માર્ગદર્શિકાનો ચુસ્તપણે અમલ થાય તેમજ શાંતિપૂર્ણ રીતે મતગણતરી થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુપ્રિત સીંઘ ગુલાટી દ્વારા સંબધિત અધિકારીશ્રીઓને યોગ્ય તૈયારીઓ કરવા અંગે સુચન કરવામાં આવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.