Western Times News

Gujarati News

ભિલોડા બેઠક પર પૂર્વ IPS પૂનમચંદ બરંડા પર ભાજપે ફરી ભરોસો મુક્યો

Bhiloda BJP former IPS P C Baranda

મોડાસા, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે પ્રથમ યાદી જાહેર કરતા કુલ ૧૬૦ ઉમેદવારના નામોની જાહેરાત કરી છે. પહેલા તબક્કાની ૮૯ બેઠકો પૈકી ૮૩ બેઠકોના નામ જાહેર કરવામાં આવ્યા છે જયારે છ બેઠકોના ઉમેદવારોના નામ પર મહોર લાગવાની બાકી છે

વર્તમાન પ મંત્રીઓ સહીત કેટલાક ધારાસભ્યો ટિકિટ કાપી નાખવામાં આવી છે જયારે બીજી બાજુ ગત ચૂંટણીમાં હાીર ગયેલા ઉમેદવારો પર પણ ભાજપે પહેલી યાદીમાં જાહેર કર્યા છે. અરવલ્લી જીલ્લાની ભિલોડા બેઠક પર ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સામે ૧૧ હજાર જેટલા મતથી હારનો સામનો કરનાર પૂર્વ આઈપીએસ પી.સી.બરંડાને ટિકિટ આપી ભાજપે ભરોસો દાખવ્યો છે અને જંગી બહુમતીથી ભિલોડા બેઠક પર કમળ ખીલવવાનો હુંકાર કર્યો છે.

અરવલ્લી જીલ્લાની ભિલોડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે ગત વિધાનસભા- ર૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ડો. અનિલ જાેષીયારાને હરાવવા પૂર્વ આઈપીએસ અધિકારી પી.સી. બરંડાને મેદાનમાં ઉતાર્યા હતા જાેકે ૧૧ હજાર જેટલા મતથી હારનો સામનો કરવો પડયો હતો

તેમ છતાં ભાજપના દિલ્હી બેઠેલા શીર્ષ નેતૃત્વએ ફરીથી પૂર્વ આઈપીએસ અધિકારી પી.સી. બરંડા પર ફરીથી વિશ્વાસ મુકી ટિકિટ આપતા ભિલોડા-મેઘરજના ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. ભિલોડા આર.જી.બારોટ કેમ્પસ ખાતે પી.સી.બરંડાને વાજતે-ગાજતે સ્વાગત કરી,

ફુલહાર પહેરાવી સ્વાગત કરી પરિસરમાં ફટાકડા ફોડી એક બીજાનું મોં મીઠું કરાવ્યું હતું. ભિલોડા બેઠક પર ભાજપે પૂર્વ આઈપીએસ પી.સી.બરંડાને રિપીટ કરતા તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ભુપેન્દ્ર પટેલ અને અરવલ્લી જીલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોનો આભાર વ્યકત કરી

આ ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરી તેમના પર ભાજપે પક્ષે મુકેલ વિશ્વાસ પર ખરા ઉતારશે તે ભારપૂર્વક જણાવ્યું હતું. કોંગ્રેસના ગઢ ભિલોડા બેઠક પર કેસરિયો લહેરાવવા માટે કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.