Western Times News

Gujarati News

પાસ કન્વિનર નીતિન ઘેલાણી સહિત ૪૦ કાર્યકરો ભાજપમાં જાેડાયા

(એજન્સી)સુરત, ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થઈ છે અને હવે દરેક પક્ષોમાં ઉમેદવારોના ફોર્મ ભરવાનું કામ શરૂ કર્યું છે. તેમ છતાં અમુક દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાતા ભાજપ અને કોંગ્રેસમાં આંતરિક વિખવાદો શરૂ થયા છે. ટિકિટ ન મળતાં વિરોધ અને ટિકિટ અપાતા વિરોધ એવાં દૃશ્યો જાેવા મળી રહ્યાં છે.

આજે સુરતમાં પાસ કન્વિનર નીતિન ઘેલાણી કાર્યકરો સાથે ભાજપમાં જાેડાયા છે. સી.આર.પાટીલની હાજરીમાંજ ૪૦થી વધુ કાર્યકરોએ કેસરિયા કર્યા છે.

સુરત ભાજપમાં પણ ઘણી બેઠકો પર કાર્યકરોમાં રોષ જાેવા મળી રહ્યો છે. ત્યારે નેતાઓ દ્વારા આ રોષને ડામવા માટે ડેમેજ કંટ્રોલ શરૂ કરી દેવામાં આવ્યું છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના ભાવનગરના કન્વીનર નીતિન ઘેલાણી ભાજપમાં જાેડાયા છે.

સુરત ઉધના કમલમ્‌ ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં તેઓ ૪૦ આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જાેડાઈ ગયા છે. ભાવનગરથી તેઓ અહીં સુરત સુધી માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જાેડાવા માટે આવ્યા હતા. કમલમ્‌ ખાતે ૪૦ આગેવાનો ભાજપમાં વિધિવત્‌ રીતે જાેડાઈ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.