Western Times News

Gujarati News

નડિયાદના ભાજપના ઉમેદવારે ઐતિહાસીક રેલી કરી ઉમેદવારી પત્ર ભર્યું

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડીઆદ અને કણજરી શહેર પ્રમુખ-કાર્યકારો તથા તેર ગામના સરપંચ અને ગ્રામજનો સહિત તમામ જ્ઞાતિ-જાતિના પ્રજાજનોએ પંકજભાઇને પ્રચંડ જનસમર્થન આપવાની સાથે બે કિલોમીટરની આ રેલીમાં પગપાળા જાેડાઇને ભારે હર્ષાઉલ્લાસ વ્યકત કર્યો હતો. આ સૌનું અભિવાદન પંકજભાઇએ મેળવીને કૃતકૃત્ય થયાની લાગણી અનુભવી હતી.

મધ્ય ગુજરાતના અગ્રણી પાટીદાર તરીકે નામના મેળવનાર અને નડિયાદના ભાજપના ઉમેદવાર પંકજભાઇ દેસાઇ(પટેલ) એ આજે સવારે ફોર્મ ભરવાની રેલી પૂર્વે “નડિયાદના નાથ” સંતરામ મંદિરના મહંત પૂ. રામદાસજી મહારાજ અને શ્રી સંતરામ સમાધિસ્થાન ગાદીના પૂજન-અર્ચન અને દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

ત્યારબાદ ગુલાબના ફૂલ-હારથી શણગારાયેલી ખુલ્લી ગાડીમાં ઇપ્કોવાળા હોલથી આ નામાંકન રેલીનો શુભારંભ થયો હતો. રેલીનો પાંચ ડગલાં પ્રારંભ થતાંજ નડિયાદ મ્છઁજી સંસ્થાના કોઠારી સ્વામી શ્રી ભગવાન સ્વામિનારાયણની ચલિત મૂર્તિ સાથે પધાર્યા હતા ત્યાં પંકજભાઇ દેસાઇ(પટેલ) એ ગાડીમાંથી ઉતરીને ભગવાનની પૂજા વંદના કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.

સંતોએ ‘વિજયી ભવઃ’ ના શુભાશિર્વાદ પાઠવીને પ્રસાદ આપી મો મીઠું કરાવ્યું હતું. આ રેલીમા કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણ, પ્રદેશના પદાધિકારી શકુતલાબેન મહેતા, જહાન્વીબેન વ્યાસ, જીલ્લા પ્રમુખ નયનાબેન પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ, મહામંત્રી વિકાસ શાહ, અજય બ્રહમભટ્ટ, ભાજપ અગ્રણી સુરેશભાઇ ભટ્ટ, નગર પ્રથમા રંજનબેન વાઘેલા સહીત નગર પાલિકાના ફાઉન્સલરો, ભાજપના પદાધિકારીઓ વગેરે જાેડાયા હતા

આ રેલીમા વિશાળ સ્વરૂપમાં કમળની ધ્વજા પતાકા કેસરિયા ખેસ અને કેસરિયા ટોપી સાથે શહેરના રાજમાર્ગ સંતરામરોડ, ઉપર થઇને ફરતી ફરતી સ્ટેશન રોડ, તાલુકા પંચાયત રોડ, અને આર.ટી.ઓ થઇને સરદાર પટેલ ભવન ખાતે આવી પહોંચી હતી.

રસ્તામાં દુકાનદારો દવારા ઠેર-ઠેર રેલીના પદયાત્રિયો માટે ‘કોલ્ડ મિલ્ક’ અને ઠંડા પાણીની બોટલોની વ્યવસ્થા ઉભી કરાઇ હતી. રેલી “ પંકજભાઇ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ” ના ગગનભેદી નારા સાથે સતત ગુંજતી રહી હતી આ રેલી સરદાર ભવન ખાતે પૂર્ણ થયા બાદ સૌ ટેકેદારો સાથે પંકજભાઇ દેસાઇ(પટેલ)એ

જીલ્લા સેવા સદન ખાતે નડીઆદ વિધાનસભાના ચૂંટણી અધિકારી જે.એમ.ભોરાણીયા સમક્ષ પોતાનુ નામાંકનપત્ર વિજયમુર્હતમાં રજુ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણ મહેમદાવાદ ભાજપના ઉમેદવાર અર્જુનસિહ ચૌહાણ ટેકેદારો પીપલગના સરપંચ મનીષભાઇ પટેલ, મનીષભાઇ દેસાઇ (બોબ),તેજશભાઇ પટેલ, ડમી ઉમેદવાર હીતેશભાઇ પટેલ(બાપાલાલ) વગેરે ઉપસ્થિત રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.