Western Times News

Gujarati News

ભાવનગરના નવાગામેથી ૧પ.૭૬ લાખની દારૂની ૩૩૮ પેટી ઝડપાઈ

પ્રતિકાત્મક

ભાવનગર, વરતેજ તાબેના નવાગામ (ચિરોડા)ની સીમમાં ઈંગ્લીશ દારૂનું મોટું કટીંગ ઝડપી લઈ ૩૩૮ પેટી દારૂ, વાહનો મળી કુલ રૂ.૩૧.૧પ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. જયારે અન્ય છ શખ્સ પોલીસને જાેઈને ફરાર થઈ ગયા હતા. ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો વરતેજના બે શખ્સે મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એલ.સી.બી. સ્ટાફ ગત રાત્રીના સમયે વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાવનગર-રાજકોટ રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વરતેજના દરબારગઢમાં રહેતો દિગ્પાલસિંહ ઉર્ફે કુમાર મદારસિંહ ગોહિલ અને વરતેજના ઘાંચીવાડમાં રહેતા અલ્તાફ ઐયુબભાઈ ખાલીફાએ મંગાવેલા દારૂના મોટા જથ્થાનું નવાગામ (ચિરોડા)ની સીમમાં કટીંગ થઈ રહ્યું છે.

આ બાતમીના આધારે પોલીસ ઈન્સ્પેકટર પી.બી.જાદવ, પો.સ.ઈ. પી.બી. જેબલિયા, તથા સ્ટાફે નવાગામની સીમમાં આવેલ આડશની ખુલ્લી જગ્યામાં દરોડો પાડતા દારૂનું કટીંગ કરતા રિયાઝ સલીમભાઈ માડવીયા અને શરદ પાંચાભાઈ ખાખડીયા મળી આવ્યા હતા જયારે છ જેટલા ઈસમો પોલીસને જાેઈને ફરાર થઈ ગયા હતા.

પોલીસેતપાસ કરતા આઈશર અને બોલેરો પીકઅપમાંથી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આઈશર, બોલેરો પીકઅપ તેમજ સ્કૂટરને વરતેજ પોલીસ મથકમાં લાવી તપાસ કરતા બન્ને વાહનોમાંથી રૂ.૧પ.૭૬ લાખની કિંમતની દારૂની ૩૩૮ પેટી મળી આવી હતી.

પોલીસે દારૂનો જથ્થો, ત્રણ વાહનો, મોબાઈલ મળી કુલ રૂ.૩૧,૧૧,પ૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વરતેજ પોલીસ મથકમાં દારૂનો જથ્થો મંગાવનાર વરતેજના દિગ્પાલસિંહ ગોહિલ અલ્તાફ ખલીફા, ઝડપાયેલા બે ઈસમો તેમજ ફરાર થઈ ગયેલા ઈસમો મળી કુલ ૧૦ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને નાસી ગયેલા શખસોને ઝડપી લેવા પ્રયાસ શરૂ કરાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.