Western Times News

Gujarati News

ઈલેક્ટ્રિક સ્કૂટર વેચવાના નામે છેતરપિંડી બદલ ૨૦ની ધરપકડ

આરોપીઓમાંથી ૧૧ બિહારના, ૪ તેલંગાણાના, ૩ ઝારખંડના અને ૨ કર્ણાટકના

નવી દિલ્હી,  ઈલેક્ટ્રીક સ્કૂટર વેચવાના નામ પર છેતરપિંડીનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. ૩ રાજ્યોમાં ૧ હજારથી વધુ લોકો સાથે છેતરપિંડી મામલે પોલાસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ મામલે ૨૦ લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓમાંથી ૧૧ બિહારના, ૪ તેલંગાણાના, ૩ ઝારખંડના અને ૨ કર્ણાટકના છે. Cheating on the pretext of selling electric scooters; 20 accused arrested for defrauding 1000 people

પીડિતોને શરૂઆતમાં રજીસ્ટ્રેશન માટે ૪૯૯ રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું અને બાદમાં ટ્રાન્સપોર્ટેશન અને વાહન ઈન્સ્યોરન્સ માટે પૈસા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે પૈસા લીધા બાદ ઠગ પીડિતોને કહેતા હતા કે, વાહનોની ડિલિવરીમાં વિલંબ થશે અને આ રીતે તેઓ લોકોને મૂર્ખ બનાવતા હતા.

આરોપીઓની ઓળખ ટીવી વેંકટાચલ (૩૫), નાગેશ એસપી (૩૧), સુશાંત કુમાર (૨૨), રાજેશ કુમાર (૨૯), અમન કુમાર (૨૫), અનીશ (૨૬), બિટ્ટુ (૨૭), સની (૨૨) , નવલેશ કુમાર (૨૨), આદિત્ય (૨૨), વિવેક કુમાર (૨૫), મુરારી કુમાર (૩૮), અજય કુમાર (૧૯), અવિનાશ કુમાર (૨૨), પ્રિન્સ કુમાર ગુપ્તા (૩૭), વદિત્ય ચિન્ના (૨૨), આનંદ કુમાર (૨૧), કટરાવથ શિવ કુમાર (૨૨), કાતરવથ રમેશ (૧૯) અને જી શ્રીનુ (૨૧)ના રૂપમાં થઈ છે.

છેતરપિંડીનો આ આખો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક વ્યક્તિએ તેની ફરિયાદ કરી અને તેણે દાવો કર્યો કે, તે પણ આ છેતરપિંડીનો ભોગ બન્યો હતો અને તેણે ૩૦,૯૯૮ રૂપિયા ગુમાવ્યા હતા. પોલીસે એક શકમંદને બેંગલુરુમાં શોધી કાઢ્યો હતો અને તેની પૂછપરછ કરતાં સમગ્ર ગેંગનો પર્દાફાશ થયો હતો. પોલીસે જણાવ્યું કે, આરોપીઓના કબજામાંથી સાત લેપટોપ, ૩૮ સ્માર્ટ ફોન, ૨૫ બેઝિક ફોન, બે હાર્ડ ડિસ્ક, બે સ્માર્ટ વોચ અને ૧૧૪ સિમ કાર્ડ મળી આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.