Western Times News

Gujarati News

પ્રધાનમંત્રી મોદીને બેઠેલા જોતા જ યુએસ પ્રમુખ બાઈડેને સેલ્યુટ આપી

બાલીમાં વડાપ્રધાન મોદી યુએસ પ્રમુખ બાઈડનને ઉષ્માભેર મળ્યા-બાઈડન અને પીએમ મોદીની કેમેસ્ટ્રીની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા

બાલી,  ઈન્ડોનેશિયાના બાલીમાં આયોજિત જી૨૦ દેશોના શિખર સમ્મેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડન વચ્ચે જબરજસ્ત કેમેસ્ટ્રી જાેવા મળી. જી૨૦ સમ્મેનલના સ્થળ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાજુમાં બાઈડને બેસવાનું હતું.

બાઈડનને આવતા જાેઈને વડાપ્રધાન મોદી પોતાની ખુરશી પાસેથી ખસ્યા હતા ત્યાં તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ઝડપથી તેમની તરફ આવી ગયા. બાઈડન દૂરથી જ મોદીને જોતાં સેલ્યુટ કરી હતી અને મોદી તરફ આવ્યા હતા જેથી તેઓ વડાપ્રધાન મોદી સાથે હાથ મિલાવી શકે. વડાપ્રધાન મોદી બાઈડન સાથે હાથ મિલાવ્યા બાદ તેમને ગળે પણ મળ્યા હતા અને તેમનું સ્વાગત કર્યું.

બાઈડન અને પીએમ મોદી જ્યારે મળી રહ્યા હતા, ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેનુઅલ મેક્રો પણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેઓ ભારતના વડાપ્રધાન મોદીની પીઠ પર હાથ મૂકીને નીકળી રહ્યા હતા. વડાપ્રધાને દોસ્ત મેક્રોને જાેઈને હાથ મિલાવ્યો અને તેમનું સ્વાગત કર્યું.

બાઈડન સાથે મુલાકાત દરમિયાન તેઓ તેમની સાથે થોડી વાતચીત કરતા રહ્યા. આ દરમિયાન બાઈડને મોદીની પીઠ પર હાથ મૂકી રાખ્યો હતો. બાઈડન અને પીએમ મોદીની કેમેસ્ટ્રીની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે.

બેઠક સાથે જ જી૨૦ સમ્મેલનની શરુઆત થઈ ગઈ છે. પોતાના શરુઆતના ભાષણમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખે યુક્રેન યુદ્ધને રોકવાની વાત કરી. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે દુનિયા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવાની માગણ કરી રહ્યું છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે શિખર સમ્મેલનને વૈશ્વિક પડકારોના સમાધાનનો રસ્તો ગણાવ્યો હતો.

દુનિયાની સૌથી મોટી ૨૦ અર્થવ્યવસ્થાઓના નેતા આગામી બે દિવસ કોરોના અને યુક્રેન યુદ્ધથી પેદા થયેલા પડકારોમાંથી બહાર કઈ રીતે આવી શકાય તે અંગે ચર્ચા કરશે. આ બેઠકમાં ખાદ્ય અને ઉર્જા સુરક્ષા પર પણ નેતાઓ ભાર આપશે. ઈન્ડોનેશિયા પછી ભારત જી૨૦ની કમાન સંભાળશે. જેના કારણે પણ આ બેઠક ભારત માટે ઘણી મહત્વની માનવામાં આવે છે.

સિવાય દુનિયાના ઘણાં દેશના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકના કાર્યક્રમ છે. વડાપ્રધાન મોદી આ દરમિયાન ચીનના રાષ્ટ્રપ્રમુખને મળશે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ સિવાય બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકર સાથે અલગથી મળવાનો કોઈ કાર્યક્રમ સામે આવ્યો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.