Western Times News

Gujarati News

‘આતંકવાદ’ ના અંત સુધી શાંતિથી બેસીશું નહીં: વડાપ્રધાન

File

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં ત્રીજા ‘નો મની ફોર ટેરર’ મંત્રી સ્તરીય પરિષદમાં ભાગ લીધો હતો. આ કોન્ફરન્સ ‘કાઉન્ટર-ટેરરિઝમ ફાઇનાન્સિંગ’ એટલે કે ‘સ્ટૉપિંગ ટેરરિસ્ટ ફંડિંગ’ની થીમ પર આધારિત હતી.

આ કાર્યક્રમમાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે ભારતે આતંકની ભયાનકતાને દુનિયાએ ગંભીરતાથી લીધી તે પહેલા જ તેનો સામનો કર્યો છે. તેમણે કહ્યું, ‘વિવિધ સ્વરૂપમાં આતંકવાદે દાયકાઓથી ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. જેના કારણે અમે હજારો કિંમતી જીવ ગુમાવ્યા. જાે કે અમે હજુ પણ આતંકવાદનો બહાદુરીથી મુકાબલો કર્યો છે.

પીએમે કહ્યું, આ એક અદ્ભુત વાત છે કે આ કોન્ફરન્સ ભારતમાં થઈ રહી છે. આપણા દેશે આતંકની ભયાનકતાનો સામનો વિશ્વની નોંધ લે તે પહેલા જ કર્યો છે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘આતંકવાદ ગરીબો અને સ્થાનિક અર્થવ્યવસ્થાને સૌથી વધુ અસર કરે છે, પછી તે પર્યટન હોય કે વેપાર. કોઈને એવો વિસ્તાર પસંદ નથી કે જ્યાં સતત ભય રહે. જેના કારણે ત્યાંના લોકોની રોજીરોટી પણ પ્રભાવિત થઈ રહી છે. એટલા માટે જરૂરી છે કે આપણે આતંકવાદના મૂળ પર હુમલો કરીએ.તેમણે કહ્યું, “આતંકવાદને ખતમ કરવા માટે સક્રિય પ્રતિભાવની જરૂર છે.

જાે આપણે ઇચ્છીએ છીએ કે આપણા નાગરિકો સુરક્ષિત રહે, તો જ્યાં સુધી આતંક આપણા ઘરો સુધી ન પહોંચે ત્યાં સુધી આપણે રાહ જાેઈ શકીએ નહીં. આપણે આતંકવાદીઓના ફંડિંગ પર ફટકો મારવો પડશે.પીએમે કોન્ફરન્સમાં કહ્યું, ‘આતંકની કોઈ સીમા નથી હોતી, માત્ર ઝીરો ટોલરન્સ અભિગમ જ તેનો સામનો કરી શકે છે.

આતંકવાદીઓને એક જ સમયે ખતમ કરી શકાય છે, પરંતુ નક્કર વ્યૂહરચના આતંકવાદના મૂળને નષ્ટ કરે છે. તે માટે સક્રિય પ્રતિભાવની જરૂર છે. આપણે આતંકવાદીઓની સહાય પ્રણાલીને નષ્ટ કરવી પડશે, તે પણ તેમના ફંડિંગને રોકીને.’

તેમણે કહ્યું, ‘કેટલાક દેશો આર્થિક અને વૈચારિક મદદ આપીને આતંકવાદને સમર્થન આપે છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયે આનું ધ્યાન રાખવું જાેઈએ. પ્રોક્સી વોર પ્રત્યે કડક વલણ અપનાવવું જાેઈએ. દુનિયાએ આવા વલણથી સાવધ રહેવું જાેઈએ.

પીએમ મોદીએ કહ્યું કે આતંકનો એક હુમલો બધા પર હુમલો છે. જ્યાં સુધી આપણે આતંકવાદને જડમૂળથી નાબૂદ કરીશું ત્યાં સુધી અમે અટકીશું નહીં. આતંકવાદ એક એવો ગંભીર મુદ્દો છે જે માનવતાને અસર કરે છે. તેની અર્થવ્યવસ્થા પર પણ ખરાબ અસર પડે છે.

આપણે ટેરર ફાઇનાન્સિંગના મૂળ કારણ પર હુમલો કરવો જાેઈએ. આતંક વિશે જુદી જુદી ધારણાઓ છે અને તેને એક જ પ્રિઝમ દ્વારા જાેવી જાેઈએ.

તેમણે કહ્યું, ‘દરેક આતંકવાદી હુમલાનો સમાન મક્કમતાથી સામનો કરવો જાેઈએ. આતંકની પેટર્ન બદલાઈ રહી છે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડાર્ક નેટ અને નકલી ચલણ તેના ઉદાહરણ છે. આવા નિવારણમાં ખાનગી ક્ષેત્રે સહકાર લેવો પડશે.

ટેક્નોલોજીનો ઉપયોગ આતંકવાદને ટ્રેક કરવા અને તેને નાથવા માટે કરવો પડશે. સાયબર ક્રાઈમ અને કટ્ટરપંથી આતંકનો મોટો સ્ત્રોત છે. તમામ દેશોએ તેની સામે એકસાથે આવવું જાેઈએ.આપણે કટ્ટરવાદ અને ઉગ્રવાદની સમસ્યાને સંયુક્ત રીતે ઉકેલીએ તે જરૂરી છે. જે કટ્ટરવાદને સમર્થન આપે છે તેનું કોઈ દેશમાં સ્થાન હોવું જાેઈએ નહીં.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.