Western Times News

Gujarati News

૧૨ દિવસ સુધી સતત ખાધા-પીધા વીના ગોળ-ગોળ ફરી રહ્યાં છે ઘેટાં

નવી દિલ્હી, દરેક જીવની પોતાની આગવી ઓળખ અને વૃત્તિ હોય છે, તે તેની વિશેષતા છે જે તેને બાકીના કરતા અલગ બનાવે છે. પરંતુ આશ્ચર્ય ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ઓળખ અને વલણથી અલગ કંઈક કરવાનું શરૂ કરે છે જે લોકો માટે આશ્ચર્યનો વિષય બની જાય છે.

આવું જ કંઈક પેલા ઘેટાં દ્વારા કરવામાં આવી રહ્યું છે જે સામાન્ય રીતે સીધા જ ચાલે છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી તે કોઈ અગમ્ય કારણોસર ગોળ ગોળ ફરી રહ્યાં છે. આ રહસ્ય આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી.

ઉત્તરી ચીનના આંતરિક મંગોલિયામાં છેલ્લા ૧૨ દિવસથી ગોળ-ગોળ ફરતા ઘેટાંએ બધાને ચોંકાવી દીધા છે. હંમેશા સીધા ચાલવા માટે જાણીતા એવા ઘેટાંને અચાનક ગોળ ગોળ જાેવું એ એક રહસ્ય છે. કારણ કે ૧૨ દિવસથી ઘેટાંનું ટોળું આ રીતે ખાધા-પીધા વગર ચાલી રહ્યું છે. ચીનમાંથી સામે આવેલ ઘેટાંનો અજીબોગરીબ વિડીયો લોકોને હેરાન પરેશાન કરી રહ્યો છે.

ઘણા દિવસોથી લોકો ગોળ ગોળ ફરતા ઘેટાં પાછળનું રહસ્ય જાણવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી વૈજ્ઞાનિકો પણ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યા નથી.

ઘણા ઘેટાં એક જ સમયે ગોળ ગોળ ફરતા હોય છે. જેનો વીડિયો પીપલ્સ ડેઈલી ચાઈના પોતાના ઓફિશિયલ ટિ્‌વટર એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. જેનું કેપ્શન છે – ધ ગ્રેટ શીપ મિસ્ટ્રી! ઉત્તર ચીનના આંતરિક મંગોલિયામાં સેંકડો ઘેટાં ૧૦ દિવસથી વધુ સમય માટે એક વર્તુળમાં ચાલે છે. ઘેટાં સ્વસ્થ છે અને વિચિત્ર વર્તનનું કારણ હજુ પણ એક રહસ્ય છે.

અહેવાલો અનુસાર, આ ઘેટાંના માલિકો પણ તેમના નવા કૃત્યથી ખૂબ નારાજ અને આશ્ચર્યચકિત છે. માલિકોની ચિંતા માત્ર ઘેટાંની હિલચાલની નથી, પરંતુ આ ઘેટાં ૧૨ દિવસથી સતત ગોળ ગોળ ફરે છે અને આ દરમિયાન તેઓએ ન તો કંઈ ખાધું કે પીધું.

તેનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે ઘેટાં પણ સંપૂર્ણ સ્વસ્થ છે. કેટલાક વૈજ્ઞાનિકોના મતે, પ્રાણીઓમાં લિસ્ટરિયોસિસ નામના બેક્ટેરિયાને કારણે પ્રાણીઓના વર્તનમાં આવા ફેરફાર થાય છે.

થોડા દિવસો સુધી તેની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી, પરંતુ જ્યારે તેમાં કોઈ ફેરફાર ન થયો ત્યારે મામલો હેડલાઈન્સ બની ગયો. જે બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શેર કરવામાં આવેલ વીડિયોને ૬ મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.