Western Times News

Gujarati News

એમેઝોન પર સ્માર્ટફોન મંગાવ્યો અને તાર કટર આવ્યું

નવી દિલ્હી, અત્યારે આવું લાગે છે કે ઓનલાઈન ખરીદી કરવી જાેખમ ભરી છે. કારણ કે, ઓનલાઈન ખરીદીને લઈને ઘણી ફરિયાદો આવવા લાગી છે. હવે એવી કોઈ ગેરંટી નથી કે, આપણે જે વસ્તુનો ઓર્ડર કરીએ છીએ તે જ વસ્તુ આપણને મળે.

બ્રિટનમાં એક મહિલાએ ૬૩૦ પાઉન્ડ મતલબ કે, ૬૧ હજારનો સ્માર્ટ ફોન ઓર્ડર કર્યો હતો. પરંતુ તેના બદલામાં તેને તાર કાપવાનું કટર મળ્યું છે.

બ્રિટિશ સમાચારપત્ર ધી મિરરના અહેવાલ પ્રમાણે ૩૪ વર્ષની ક્લેર વિલ્સને કંપનીમાંથી ૧૨ ઓક્ટોબરે એક નવો વન પ્લસનો સ્માર્ટફોન મંગાવ્યો હતો. જેનું એક દિવસ બાદ તેને પાર્સલ મળ્યું હતું. કમનસીબે તે પાર્સલમાં સ્માર્ટ ફોનની જગ્યાએ કઈક અલગ જ વસ્તું આવી હતી.

એમેઝોન ડિલિવરી પાર્સલમાં ફક્ત ૨૦ પાઉન્ડની વસ્તું મળતા તે પરેશાન થઈ ગઈ હતી. ક્લેરે એમેઝોન ગ્રાહક સેવાનો સંપર્ક કર્યો અને ત્યાથી મહિતી મળીકે જાે પાર્સલને રીટર્ન લેબલ સાથે પરત મોકલાવે છે તો તેને પૈસા પાછા મળી શકે છે.

૧૦ દિવસ રાહ જાેયા બાદ કંપનીએ જવાબ આપ્યો કે, તેણે મોબાઈલ પાછો આપ્યો નથી. ક્લેરે દાવો કયાર્ો છે કે, એમેઝોનની પરિસ્થિતિ આવી જ છે, પાર્સલ બંધ થયા પછી ફોન ગુમ થઈ ગયો હોવો જાેઈએ. પછીથી કંપનીએ તેમની વાત માની લીધી અને પૈસા પાછી આપ્યા દીધા. બે દિવસ પહેલા બ્રિટનમાં ઓનલાઈન ખરીદી પરથી જ એક મહિલાએ એક મોંઘી અને બ્રાંડેડ જીન્સનો ઓર્ડર કર્યો હતો.

પરંતુ તેને પાર્સલમાં જીન્સની જગ્યાએ ડુંગળી ભરેલી બેગ મળી હતી. મહિલાએ તાજેતરમાં જ ડેપોપ નામની સાઇટ પરથી ડિસ્કાઉન્ટ કિંમતે પોતાના માટે લેવિસ જીન્સનો ઓર્ડર આપ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.