Western Times News

Gujarati News

કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ પણ કહ્યું Goodbye and GodSpeed

નવી દિલ્હી, ખાણીપીણીના સામાનની ઓનલાઈન ડિલિવરી કરતી કંપની ઝોમેટોને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કંપનીના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ કંપનીને ગુડબાય કહ્યું છે. હાલના જ સપ્તાહમાં આ ઝોમેટોમાંથી ત્રીજુ મોટું રાજીનામું છે.

ઝોમેટોના ન્યુ ઇનિશિએટિવ હેડ અને પૂર્વ ફૂડ ડિલિવરી રાહુલ ગંજૂએ પણ આ જ સપ્તાહમાં રાજીનામું આપ્યું હતું. આ પહેલા કંપનીના ઇન્ટરસિટી લીજેન્ડ્‌સ સર્વિસના હેડ સિદ્ધાર્થ ઝાવરે પણ રાજીનામું આપ્યું હતું.

મોહિત ગુપ્તા છેલ્લા સાડા ચાર વર્ષથી કંપની સાથે જાેડાયેલા હતા. તેઓ વર્ષ ૨૦૧૮માં ફૂડ ડિલિવરી સેગમેન્ટના હેડ તરીકે કંપની સાથે જાેડાયેલા હતા. બાદમાં ૨૦૨૧માં તેમને કંપનીમાં કો-ફાઉન્ડરનું પદ મળ્યું હતું અને તેઓ કંપનીના નવા બિઝનેસને જાેવા લાગ્યા હતા. તો ગંજૂને ફૂડ ડિલિવરીના સીઈઓ બનાવવામાં આવ્યા હતા.

ઝોમેટોમાં જાેડાતા પહેલા મોહિત ગુપ્તા ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ મેકમાયટ્રીપના સીઈઓ હતા. વૈશ્વિક સ્તરે ટેક શેર્સમાં ઘટાડા વચ્ચે ZOMATOના શેરમાં આ વર્ષે રૂ.૧૬૨ની ટોચથી ૫૦ ટકાથી વધુનો ઘટાડો આવ્યો છે.

આ દરમિયાન, કંપનીના વેચાણમાં વધારો થયો છે, પરંતુ તેના ફૂડ ડિલિવરી બિઝનેસનો વિકાસ ધીમો પડી ગયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ZOMATOનું વેચાણ અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. ૫,૪૧૦ કરોડની સરખામણીએ માત્ર ૨૨ ટકા વધીને રૂ. ૬,૬૩૧ કરોડ થયું છે.

તેનાથી વિપરિત, ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેના વેચાણમાં ૧૫૮ ટકાનો ગ્રોથ નોંધાયો હતો. તાજેતરમાં, ZOMATOએ ડિલિવરી બેગનો ઉપયોગ શરૂ કર્યો છે જેમાં હોટલાઇન ફોન નંબર લખેલા છે. આ સાથે તેના ડિલિવરી પાર્ટનર્સ દ્વારા ખરાબ ડ્રાઇવિંગના કિસ્સામાં આ નંબરો પર ફરિયાદ કરી શકાય છે. કંપનીના ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલે તાજેતરમાં આ માહિતી આપી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.