Western Times News

Gujarati News

આફતાબ ખોલશે શ્રદ્ધાની હત્યાનું રહસ્ય, ચોંકાવનારા ખુલાસા થશે

નવી દિલ્હી, શ્રદ્ધા વૉકરની હત્યાકાંડમાં આરોપી આફતાબના નાર્કો ટેસ્ટની મંજૂરી મળી ગઈ છે. આફતાબનો નાર્કો ટેસ્ટ એક ડિસેમ્બરના રોજ થશે. જેથી આફતાબને પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી પણ કરવામાં આવી રહી છે. પોલીસને પણ આશા છે કે નાર્કો ટેસ્ટ બાદ શ્રદ્ધાની હત્યાનું રહસ્ય સામે આવી શકે છે. આફતાબ તપાસમાં પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે. જેથી નાર્કો ટેસ્ટમાં આફતાબને પૂછવામાં આવનારા સવાલોના જવાબથી પોલીસને તપાસમાં વધુ મદદ મળી શકે છે.

આફતાબ પૂનાવાલાને લઈને જઈ રહેલી પોલીસ વાન પર હુમલો થયો તો. જે બાદ પોલીસે આફતાબની જેલ વાન પર હુમલો કરનારા શખસોની ધરપકડ કરી છે. જેલ વાન પર હુમલા બાદ આરોપી આફતાબની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. આજે ફરી આપતાબને એફએસલ રોહિણી લેબ લઈ જવામાં આવશે. જેના માટે એફએસએળ બહાર પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી મુજબ આફતાબ લગભગ સવારે સાડા આઠ વાગે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તિહાડ જેલથી નીકળ્યો હતો.

આ દરમિયાન જેલ વાનમાં તિહાડ તંત્ર સિવાય દિલ્હી પોલીસની થર્ડ બટાલિયનના જવાન હાજર હતા. આફતાબને એફએસએલ લઈ જવામાં આવી રહ્યો છે. એની સાથે જ અત્યાધુનિક હથિયારોથી સજ્જ પેરામિલિટ્રી ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. ગઈ સાંજે આફતાબની જેલ વાન પર તલવારોથી હુમલો થયો હતો. આ હુમલાખોરોએ પોતાની ઓળખ હિન્દુસેના તરીકે આપી હતી. જેમાંથી એકનું નામ કુલદીપ ઠાકુર અને બીજાનું નામ નિગમ ગુજ્જર કહેવામાં આવી રહ્યું છે.

કુલદીપ કારના લે વેચનું કામ કરે છે. જ્યારે નિગમ ટ્રક ડ્રાઈવર છે. આ બંને વિરુદ્ધ પ્રશાંત પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આફતાબ પર હુમલો કરનારા બંને શખસો ગુરુગ્રામના રહેવાસી છે. તેઓ પોતાની જાતને હિન્દુ સેનાના બતાવી રહ્યા છે. જેની તપાસ પોલીસ કરી રહી છે. જ્યારે અન્ય આરોપીઓને પોલીસ શોધી છે. સાથે જ જેલ વાનમાં થર્ડ બટાલિયનના જવાનોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે.
આરોપી આફતાબ પૂનાવાલા તેની હત્યા કર્યા બાદ મુંબઈમાં શ્રદ્ધાના મિત્રોને મળ્યો હતો.

આફતાબ તેની સામે ખોટી વાર્તા રચી જેથી શ્રદ્ધાના મિત્રોને શંકા ન જાય. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આફતાબે શ્રદ્ધાના મોબાઈલનો ઉપયોગ વાઈ-ફાઈથી કનેક્ટ કરીને મિત્રો સાથે ચેટ કરવા માટે કર્યો હતો. તેણે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેનું સિમ કાર્ડ તોડી નાખ્યું હતું. પણ મિત્રો સાથે ચેટિંગ ચાલુ રાખ્યું. તેણે આવું એટલા માટે કર્યું જેથી લોકોને તેની હત્યાનો પુરાવો ન મળે. પોલીસને શંકા છે કે શ્રદ્ધા હત્યાકાંડમાં આરોપી આફતાબ પૂનાવાલાનો કોઈ મદદગાર રહ્યો હોઈ શકે છે.

પોલીસને શંકા છે કે તેણે હત્યાથી લઈ પુરાવા નષ્ટ કરવામાં આફતાબની મદદ કરી હતી. એટલે કે આ હત્યાકાંડમાં વધુ એક આરોપી હોઈ શકે છે. જેથી પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેનો મોબાઈલ ફોન ગાયબ કરી દીધો હતો. એ પહેલાં મોબાઈલને ફેક્ટરી રિસેટ કર્યો હતો. જેથી કરીને મોબાઈલનો ડેટા રિકવર કરવો લગભગ અશક્ય બની જાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.