Western Times News

Gujarati News

રાજ્યના 5 શહેરોમાં ATS અને GSTની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

ગુજરાતના અલગ અલગ શહેરોમાં એટીએસના દરોડા

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે જ એટીએસ અને જીએસટીની ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરતા ખળભળાટ સર્જાયો છે. ચૂંટણી અગાઉ રાજ્યમાં દેશવિરોધી પ્રવૃત્તિ અને આર્થિક નુકસાન પહોંચાડતા લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

રાજ્યના અલગ અલગ શહેરોમાં એટીએસના દરોડા પડ્યાં છે. એટીએસ અને જીએસટીની ટીમોએ દ્વારા તપાસ હાથધરાઈ છે. ટેક્સ ચોરી મામલે રાજ્યભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. અમદાવાદ, ગાંધીધામ અને સુરત તેમજ ભરૂચ અને વડોદરામાં પણ તપાસ હાથ ધરાઈ છે.

રાજ્યના અમદાવાદ, ગાંધીધામ, સુરત, ભરૂચ અને વડોદરામાં એટીએસઅને જીએસટીની ટીમોએ દ્વારા તપાસ હાથધરવામાં આવી છે. ટેક્સ ચોરી મામલે રાજ્યભરમાં એટીએસ અને જીએસટીનું સર્ચ ઓપરેશનનો ધમધમાટ ચાલી રહ્યો છે.

૧૫ નવેમ્બરના રોજ એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખોટી રીતે આઈટીસી મેળવવાના કૌભાંડની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કરચોરીમાં ખૂબ મોટાપાયે દસ્તાવેજ જપ્ત કરાયા હતા. અમદાવાદમાંથી ૧૪, વડોદરામાંથી ૧૨, સુરતમાં ૯, ભાવનગરમાં ૩, ગાંધીધામમાં ૨ અને રાજકોટમાં ૧ સહિત ૪૧ બોગસ પેઢીઓ ઝડપાઇ હતી.

આ બોગસ બિલિંગના કૌભાંડમાં ભાવનગર બોગસ બિલિંગનું એપી સેન્ટર ઊભરાઇ આવ્યું હતું. જાેકે તમને જણાવી દઇએ કે, આ સમગ્ર કૌભાંડની કડી સીએની તપાસમાંથી મળી હતી.

૧૨ નવેમ્બરના રોજ રાજ્યમાં એટીએસ અને જીએસટીનું સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. રાજ્યભરમાં અલગ અલગ ૧૪૦થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. એટીએસ અન જીએસટીની ટીમો દ્વારા અમદાવાદ, સુરત, ભરૂચ, જામનગર અને ભાવનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

એકસાથે ૧૪૦થી વધુ સ્થળો પર તપાસ ચાલી હતી. એવા પણ સમાચાર સામે આવી રહ્યા હતા કે આ મામલે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી ૯૦થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.