Western Times News

Gujarati News

શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં કરમસદમાં ચાર મહિનાના બાળકના હૃદયની સર્જરી કરી નવજીવન અપાયું

આણંદ, શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદમાં ભાનુભાઈ અને મધુબેન પટેલ કાર્ડિયાક સેન્ટરમાં ચાર મહિનાના બાળકના હૃદયની મુખ્ય ધમનીના મૂળમાં વિસંગતતા હોવાથી ટેક્યુચી ટેકનીક દ્વારા ઈન્ટ્રાપલ્મોનરી ટનલની સર્જરી બાળકને નવજીવન મળ્યું હતું. આણંદ જિલ્લાના સારસા ગામના વતની લક્ષ રબારીને જન્મથી હૃદયની બીમારી હતી. જેથી બાળકને હોસ્પિટલના બાળરોગ વિભાગમાંથી કાર્ડિયાક સેન્ટરમાં તજજ્ઞ સારવાર માટે મોકલી આપવામાં આવ્યો. જેમાં સેન્ટરના પીડિયાટ્રીક કાર્ડિયોલોજીસ્ટ ડો.ભદ્ર ત્રિવેદીએ ઈકો કાર્ડિયોગ્રામ કરતાં હૃદયમાં ખામી હોવાનું જણાયું હતું.

જેમાં બાળકના હૃદયની ડાબી બાજુની મુખ્ય ધમનીના મૂળમાં વિસંગતતા હતી અને પલ્મોનરી આર્ટરીમાંથી પસાર થતી હતી. જેથી બાળકના હૃદયને અશુદ્ધ લોહી પહોંચતું હતું અને હૃદય ઘણું નબળું પડી ગયું હતું. જેને કારણે હૃદય બંધ થવાની અથવા હૃદય બંધ થવાની શક્યતા હતી.

કેસની ગંભીરતાને જોતા સેન્ટરના પિડીયાટ્રીક કાર્ડિયોથોરાસીક સર્જન ડો.વિશાલ ભિંડે અને તેમની ટીમે બાળકની ઓપન હાર્ટ સર્જન ડો.વિશાલ ભિંડે અને તેમની ટીમે બાળકની ઓપન હાર્ટ સર્જરી દ્વારા વિસંગતતાને દૂર કરવા માટે ટનલ બનાવીને હૃદયની મુખ્ય ધમની સાથે જાડવામાં આવી. બાળકની હૃદયની મુખ્ય ધમની પલ્મોનરી આર્ટરીમાંથી પસાર થતી હતી. આવી વિસંગતતાને દૂર કરવા માટે ટેક્યુચી (જાપાનીઝ) ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડો.વિશાલના જણાવ્યા અનુસાર આ ખૂબજ દુર્લભ કેસ હતો. આવી વિસંગતતા ૩ લાખ બાળકોમાંથી એક બાળકમાં જાવા મળે છે. બાળકની તબિયતમાં સુધારો થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

બાળકના માતા શિલ્પાબેને જણાવ્યું હતું કે, જન્મ બાદ લક્ષને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને ખૂબ જ કફ રહેતો હતો. શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં રાજ્ય સરકારની મા અમૃતમ યોજનાનો લાભ આપવામાં આવતો હોવાથી મારા બાળકની સર્જરી મા યોજના અંતર્ગત નિઃશુલ્ક કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.