Western Times News

Gujarati News

વોડાફોન આઇડિયાને 50,921 કરોડ અને એરટેલને 23045 કરોડની ખોટ

મુંબઈ, ભારતની અગ્રણી ટેલિકોમ  કંપનીઓ વોડાફોન આઇડિયા અને  ભારતી એરટેલે 30,સપ્ટેમ્બર 2019ના પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં વિક્રમજનક ખોટ નોંધાવી છે. વોડાફોન આઇડિયાએ 30 સપ્ટેમ્બરના રોજ  પૂરા થતા  નાણાકીય વર્ષ 2019-20ના બીજા કવાર્ટરમાં 50,921 કરોડ રૂપિયાની ખોટ નોંધાવી છે. જ્યારે ભારતી એરટેલે આ જ ગાળામાં 23,045 કરોડ રૂપિયાની ખોટ નોંધાવી છે.

કંપનીની એડજેસ્ટેડ ગ્રોસ રેવન્યુ પર સુપ્રીમ કોર્ટના આદેશની અસર પડી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આ જ સમયગાળામાં એરટેલનો ચોખ્ખો નફો 119 કરોડ હતો. જો કે એરટેલે જણાવ્યુ  છે કે આ આંકડાની સરખામણી કરી શકાય તેમ નથી કારણકે તેણે એકાઉન્ટિંગની નવી પ્રણાલી  અમલમાં મૂકી છે. જો કે 30 સપ્ટેમ્બરના રોજ પૂરા થતા બીજા કર્વાટરમાં એરટેલની કુલ આવક 4.7 ટકા વધીને 21,199 રૂપિયા રહી છે.

એરટેલે 2019-20ના બીજા કવાર્ટરમાં  એડજેસ્ટેડ ગ્રોસ રેવન્યુ(એજીઆર)ની ચૂકવવાની બાકી રકમ માટે 28,450 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. જેમાં 6164 કરોડ રૂપિયાની મૂળ રકમ, 12219 કરોડ રૂપિયાનું વ્યાજ, 3760 કરોડ રૂપિયાનું દંડ અને 6307 કરોડ રૂપિયા નું દંડ પર વ્યાજનો સમાવેશ થાય છે. વોડાફોન આઇડિયાની વાત કરીએ તો તેણે ગયા વર્ષે આ જ સમયગાળામાં 4874 કરોડ રૂપિયાની ખોટ કરી હતી. ચાલુ વર્ષના બીજા કર્વાટરમાં વોડાફોન આઇડિયાની આવક 42 ટકા વધીને 11,146 કરોડ રૂપિયા રહી છે.

વોડાફોન આઇડિયાના અંદાજ મુજબ સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે તેની જવાબદારીમાં 44,150 કરોડ રૂપિયાનો વધારો થશે. જે પૈકી બીજા કર્વાટરમાં તેણે 25,680 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે એરટેલન ભારતીય ટેલિકોમ વિભાગને 62,187 કરોડ રૂપિયા જ્યારે વોડાફોન આઇડિયાને ટેલિકોમ વિભાગને 54,184 કરોડ રૂપિયા ચૂકવવાના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.