Western Times News

Gujarati News

વાપીમાં નેશનલ હાઈવે પર BMW કારમાં અચાનક આગ લાગી

વાપી, વાપીમાં નેશનલ હાઇવે પર BMW કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. અહીં હાઇવે પર અચાનક જ ચાલતી કારમાં આગ લાગી હતી. ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે ઘટનાની જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

વાપી નેશનલ હાઇવે પર જઇ રહેલી મોંઘીદાટ બીએમડબ્લ્યુ કારમાં અચાકન જ આગ લાગી હતી. આગને પગલે કારચાલકને સતર્કતા દાખવી હતી. જ્યારે કારચાલક તરત જ બહાર નીકળી ગયો હોવાથી કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ જાેત-જાેતામાં તો આ કાર ભડ-ભડ સળગી ઉઠી હતી. હાઇવે પર કારને લાગેલી આગની જ્વાળાઓ જાેઇને રસ્તે જતાં અન્ય વાહનો પણ રોકાઇ ગયા હતા. ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. આગને પગલે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

ઉપરાંત પોલીસે આવી પહોંચી ટ્રાફિકજામ સામાન્ય કરવા પ્રયાસ કર્યા હતા.નોંધનીય છે કે, બીએમડબ્લ્યુ કારમાં લાગેલી આગ તો કાબૂમાં લેવાઇ ગઇ છે પરંતુ કારમાં લાગેલી આગ પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. પ્રાથમિક રીતે જાેવા જઇએ તો, મોટાભાગની કારમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગતી હોવાનું સામે આવતું હોય છે, ત્યારે હવે આ કારમાં ક્યાં કારણોસર આગ લાગી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.