Western Times News

Gujarati News

હક્ક લેવા ગુજરાતની જનતા નબળી પડી રહી છે : જગદીશ ઠાકોર

અરવલ્લી , ગુજરાત ચુંટણીને લઇને અરવલ્લીમાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠકના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાની ચૂંટણી સભા માલપુર અને બાયડના બોરડી ગામે યોજાઈ હતી.

ચૂંટણીસભામાં કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપને આડેહાથ લીધી હતી, જાહેરસભામા જણાવ્યું હતું કે હક લેવા માટે આપણે ક્યાંક નબળા પડતા જઈ એ છીએ એટલે ભાજપ બેફામ બન્યું છે.

ભાજપના નેતાઓ કોંગ્રેસના ગરીબ માણસને દબાવી દેવા ગુડ્ડા ઉભા કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. માલપુર ખાતેથી જગદીશ ઠાકોરએ કહ્યું હતું કે,

અમને ક્યાંક રાજકારણ શીખવાડ્યું સમાજની સેવા શીખવાડી બધાનું હું રુણ ચૂકવું છુ. ત્યારબાદ ખોડો પાથરી માલપુરના કાર્યકરો પાસે ભીખ માંગુ છું અને તમારી પાસે ખોડો પાથર્યો છે એની લાજ રાખજાે. તેમ અંતમાં જગદિશ ઠાકોરે કહ્યું હતું.

જ્યારે બાયડ તાલુકા બોરડી ગામે ચૂંટણી સભામા જગદીશ ઠાકોરે ચૂંટણી પંચ વિરુદ્ધ પણ આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ ભાજપ સરકારના ઘૂંટણિયે પડી ગયું હોવાનું જણાવ્યું હતું.

વધુમાં જગદિશ ઠાકોર પોતાનું ગરીબીમાં વીતેલું નાનપણ યાદ કરીને ભાવુક થયા હતા. ત્યાંરબાદ આ ચુંટણીમાં કોંગ્રેસને જીતાડી ૨૭ વર્ષની રીસ કાઢી નાખવા મતદારોને હાકલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.