Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રની ૪૮, કચ્છની ૬ અને દક્ષિણ ગુજરાતની ૩૫ બેઠકો માટે આજે મતદાન

રાજ્યમાં આજે પ્રથમ તબક્કામાં ૮૯ બેઠક માટે મતદાન: મતદારો ૮૯ બેઠકો માટે ચૂંટણી લડી રહેલા ૭૮૮ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

(એજન્સી)અમદાવાદ, ચૂંટણી પંચે પ્રથમ તબક્કાના મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીની કલાકો બાકી છે. ગુજરાતમાં ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો પર મતદાન થશે. ૧ ડિસેમ્બરને ગુરૂવારે સવારે ૮થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન થશે.

ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ ૭૮૮ ઉમેદવારોનું ભાવી નક્કી થશે. પ્રથમ તબક્કામાં ૩૯ રાજકીય પક્ષો વચ્ચે જંગ છે. જેના માટે ૨ કરોડ ૩૯ લાખથી વધુ મતદારો મતદાન કરશે. જ્યારે ૬ લાખ મતદારો પ્રથમ વાર મતાધિકારનો ઉપયોગ કરશે પ્રથમ તબક્કા માટે ૨૫ હજાર ૪૩૦ મતદાન મથકો રહેશે અને કુલ ૩૪,૩૨૪ ઈવીએમ અને ૩૮,૭૪૯ વીવીપીએટી મશીનોમાં મતદાન થશે ચૂંટણી પંચની દેખરેખમાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થશે

ચૂંટણી પંચના કમિશ્નર પી. ભારતીએ જણાવ્યું હતું કે આ પ્રથમ તબક્કાની તમામ બેઠકો પર ઈવીએમ અને વીવીપીએટીનું વ્યવસ્થાપન પૂર્ણ થઈ ચૂક્યું છે. મતદાન માટે કુલ ૧ લાખ ૬ હજાર ૯૬૩ કર્મીઓ તૈનાત રહેશે મતદાન બુથ પર વેબ કાસ્ટીંગ માટે વિશેષ સ્ટાફ પણ તૈનાત રહેશે. ત્યારે બહોળી સંખ્યામાં મતદાન થાય તે માટે ચૂંટણી પંચે ગુજરાતની જનતાને અપીલ કરી છે.

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. આવતીકાલે ૧ ડિસેમ્બરે ૮૯ બેઠક માટે મતદાન થશે. મતદારોનો રીઝવવા રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આપ ડોર ટુ ડોર પ્રચાર અને ખાટલા બેઠક કરશે. આવતીકાલે ૧ ડિસેમ્બરે ૮૯ બેઠકો માટે મતદાન યોજાશે.

કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મતદાન થશે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૨ કરોડ ૩૯ લાખ ૭૬ હજાર ૬૭૦ મતદારો મતદાન કરશે. પ્રથમ તબક્કામાં ૧૯ જિલ્લાની ૮૯ બેઠક પર મતદાન થશે. ગુરૂવારે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં ૭૮૮ ઉમેદવારો મેદાનમાં છે.

૨ કરોડ ૧૩ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૬ લાખ મતદારો પહેલી વખત મતદાન કરશે. પહેલા તબક્કામાં જે ૮૯ બેઠકો છે તેમાંથી અનેક બેઠકો એવી છે જ્યાંથી હાલની સરકારના મંત્રીઓ અને મોટા મોટા નેતાઓ મેદાનમાં છે. આ બેઠકોમાં કુતિયાણા, ભાવનગર, પોરબંદર, વરાછા રોડ સહિત અનેક બેઠકો એવી છે જે ગુજરાતના રાજકારણની દિશા નક્કી કરશે.

૧૯ જિલ્લામાં જે જિલ્લાની બેઠકો પર મતદાન થશે તેમાં કચ્છ જિલ્લાની ૬ બેઠક, સુરેન્દ્રનગર જિલ્લાની ૫ બેઠક, મોરબી જિલ્લાની ૩ બેઠક, રાજકોટ જિલ્લાની ૮ બેઠક, જામનગર જિલ્લાની ૫ બેઠક, દેવભૂમિ દ્વારકાની ૨ બેઠક, પોરબંદર જિલ્લાની ૨ બેઠક, જૂનાગઢ જિલ્લાની ૫ બેઠક, ગીર સોમનાથ જિલ્લાની ૪ બેઠક, અમરેલી જિલ્લાની ૫ બેઠક,

ભાવનગર જિલ્લાની ૭ બેઠક, બોટાદ જિલ્લાની ૨ બેઠક, નર્મદા જિલ્લાની ૨ બેઠક, ભરૂચ જિલ્લાની ૫ બેઠક, સુરત જિલ્લાની ૧૬ બેઠક, તાપી જિલ્લાની ૨ બેઠક, ડાંગ જિલ્લાની ૧ બેઠક, નવસારી જિલ્લાની ૪ બેઠક, વલસાડ જિલ્લાની ૫ બેઠકનો સમાવેશ થાય છે.

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ આ વિશે માહિતી આપતા કહ્યું કે, પ્રથમ તબક્કામાં ૧૯ જિલ્લાઓમાં મતદાન થશે. સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન થશે. પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો પર મતદાન થશે. કુલ ૯૯૮ ઉમેદવારો મેદાન છે. કુલ ૨ કરોડ ૧૩ લાખ મતદારો મતદાન કરશે,

જેમાંથી ૧ કરોડ ૧૫ લાખ મહિલા મતદારો છે. ૬ લાખ મતદારો પહેલીવાર મતદાન કરશે. ૧૬૩ એનઆરઆઈ મતદારો છે. ૧૪,૩૮૨ મતદાન મથકો પર મતદાન થશે. ૫૦ ટકા મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ થશે. શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતે કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે.

બે દિવસ પહેલા વોટર માહિતીની સ્લીપનું વિતરણ કરી દેવાયું છે. આજે સાંજે ૫ વાગ્યાથી પહેલા તબક્કાનું પ્રચાર બંધ થશે. ૫,૨૨૯ ફરિયાદ અત્યાર સુધી ચૂંટણી પંચને મળી છે. અત્યાર સુધી ૯ ફરિયાદ મળી, જેમાં પોલીસ ફરિયાદ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.