Western Times News

Gujarati News

સમંતા રુથ પ્રભુ માયોસાઈટિસની સારવાર સાઉથ કોરિયોમાં કરાવશે

મુંબઈ,  સાઉથ બ્યૂટી સમંતા રુથ પ્રભુ માયોસાઈટિસ નામની દુર્લભ બીમારીથી પીડાઈ રહી છે, જે ઓટોઈમ્યૂન ડિસઓર્ડર છે. આ વિશેની જાણકારી તેણે ઓક્ટોબર મહિનામાં સોશિયલ મીડિયા પર આપી હતી અને ત્યારથી ફેન્સ પણ તેની હેલ્થને લઈને ચિંતિત છે. હવે, લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે એક્ટ્રેસ તેની બીમારીની સારવાર ભારત નહીં પરંતુ સાઉથ કોરિયોમાં કરાવવાની છે અને આ માટે ખૂબ જલ્દી તે ત્યાં જવાની છે.

સંપૂર્ણરીતે રિકવર ન થાય ત્યાં સુધી તે સાઉથ કોરિયામાં જ રહેવાની હોવાનો દાવો પણ રિપોર્ટ્‌સમાં કરવામાં આવ્યો છે. ત્યાંથી આવ્યા બાદ તે તરત જ આગામી ફિલ્મ ‘ખુશી’નું શૂટિંગ શરૂ કરી દેશે, જેમાં તેની સાથે વિજય દેવરકોંડા પણ છે. સમંતાએ ફેન્સને પોતાની બીમારી વિશે જણાવતાં લખ્યું હતું ‘થોડા મહિના પહેલા મને માયોસાઈટિસ નામની બીમારી હોવાનું નિદાન થયું હતું.

તેનાથી રિકવર થયા બાદ હું તમારી સાથે શેર કરવાની હિંમત ધરાવતી હતી. પરંતુ મેં આશા રાખી હતી તેના કરતાં વધારે સમય ગયો. ધીમે-ધીમે મને અહેસાસ થયો છે કે, આપણે હંમેશા મજબૂત રહેવાની જરૂર નથી. નબળાઈને સ્વીકારવી તે એવી વાત છે, જેની સાથે હું સંઘર્ષ કરી રહી છું. હું જલ્દી સ્વસ્થ થઈ જઈશ તેવો ડોક્ટરોને પણ વિશ્વાસ છે. હું શારીરિક અને માનસિક રીતે સારા અને ખરાબ સમયમાંથી પસાર થઈ ગયું છે. ઘણીવાર મને લાગે છે કે, હું સ્થિતિને નહીં સંભાળી શકું પરંતુ તે ક્ષણ પણ ગમે તેમ કરીને પસાર થઈ જાય છે.

મને લાગે છે કે હું રિકવરીની નજીક છું. આઈ લવ યુ. આ સમય પણ જતો રહેશે’. ફિલ્મ ‘ખુશી’ની વાત કરીએ તો, સમંતા રુથ પ્રભુ અને વિજય દેવરકોંડા સિવાય જયરામ, સચિન ખેડકર, મુરલી શર્મા તેમજ વેન્નેલા કિશોરી સહિતના એક્ટર્સ પણ છે. આ ફિલ્મ તેલુગુ, તમિલ, મલયાલમ અને હિંદી તેમ ચાર ભાષામાં રિલીઝ થશે. ‘ખુશી’ આ વર્ષની ૨૩ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી પરંતુ એક્ટ્રેસની બીમારીના કારણે તેનું શૂટિંગ પાછળ ઠેલાતું ગયું.

આ સિવાય સમંતા તેના પૂર્વ પતિ નાગા ચૈતન્ય સાથે પણ એક પ્રોજેક્ટમાં કામ કરતી દેખાશે તેવી ચર્ચા છે. આ સિવાય તેની પાસે વરુણ ધવન સાથેની એક ઓટીટી વેબ સીરિઝ પણ છે. જેનાથી તે નવેમ્બર, ૨૦૨૧માં અલગ થઈ હતી. સમંતા છેલ્લે ફિલ્મ ‘યશોદા’માં જાેવા મળી હતી, જેમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા પરંતુ બોક્સઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.