Western Times News

Gujarati News

દાણીલીમડામાં કોંગ્રેસને કોંગ્રેસ જ ભારે પડે તેવા એંધાણ

અમદાવાદ, અમદાવાદ શહેરની દાણીલીમડા બેઠક SC અનામત બેઠક છે. દાણીલીમડા બેઠકનો સમાવેશ અમદાવાદ (પશ્ચિમ) લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. દાણીલીમડા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના દાણીલીમડા, બહેરામપુરા અને ગોમતીપુર વોર્ડનો સમાવેશ થાય છે.

ઉપરાંત સીટી તાલુકાના ૩ ગામો પીપલજ, શાહવાડી અને સૈજપુર-ગોપાલપુર ગામોનો સમાવેશ થાય છે. આ બેઠક સામાન્ય રીતે કોંગ્રેસનું ઘર માનવામાં આવે છે પરંતુ ઘર ફૂટે ઘર જાય તે કહેવત અહીં અહીં યથાર્થ થતી જાેવા મળે છે કોંગ્રેસના ઉમેદવાર ની સામે કોંગ્રેસના જ કોર્પોરેટરો નો ભારે વિરોધ છે

દાણીલીમડા બેઠકમાં કુલ ૨,૫૬,૨૩૩ મતદારો છે. આ બેેેઠક પર મુસ્લિમ મતદારો નું વર્ચસ્વ છે. દાણીલીમડા ના ૨૨૮ બુુુથ પૈકી મુસ્લિમ સમાજના ૮૭ બુથ, દલિત સમાજના ૫૩ , ૬૯ જનરલ , ચાર બૂથ પર દલિત અને મુસ્લિમ સમાજ તેમજ ૧૫ બુથ મિશ્ર સમાજના છે.

આ વિધાનસભામાં વાસણા ના ૨૦ તેમજ ઇસનપુર વોર્ડના ૧૪ બુુુથ નો પણ સમાવેશ થાય છે કોંગ્રેસને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટી એ આ બે વોર્ડના બુથ પર મહત્તમ સરસાઈ મેળવવા પ્રયાસ કર્યા છે આમ જાેવા જાય તો આ વિધાનસભામાં કોંગ્રેસનું એકચક્રી શાસન ચાલી રહ્યું છે

પરંતુ આ વખતે થોડી કપરી પરિસ્થિતિ નું નિર્માણ પણ થયું છે જેનું મુખ્ય કારણ આંતરિક વિખવાદ અને ચતુષ્કોણીય જંગ છે દાણીલીમડામાં મીમ પાર્ટી તરફથી કૌશિકાબેન પરમાર આમ આદમી પાર્ટી તરફથી દિનેશભાઈ કાપડિયા, કોંગ્રેસ તરફથી સીટીંગ ધારાસભ્ય શૈલેશભાઈ પરમાર અને ભાજપાએ પૂર્વ કોર્પોરેટર નરેશ વ્યાસને ટિકિટ આપી છે

આ ઉપરાંત કોંગ્રેસના જ મહિલા કોર્પોરેટર જમનાબેન વેગડા પણ અપક્ષ લડી રહ્યા છે જેના કારણે કોંગ્રેસના વોટ ઓછા થાય તેવી શક્યતા છે કોંગ્રેસના ઉમેદવારને ચાર વિરોધી ઉમેદવાર ઉપરાંત આંતરિક વિગ્રહનો પણ સામનો કરવો પડી શકે છે સ્થાનિક કોર્પોરેટરો પૈકી કેટલાક કોર્પોરેટરો નિષ્ક્રિય છે જેના કારણે પણ કોંગ્રેસનો માહોલ નબળો જણાય છે.

દાણીલીમડા બેઠકમાં સમાવિષ્ટ મોટાભાગનો વિસ્તાર પહેલાં શહેર કોટડા બેઠક અંતર્ગત આવતો હતો. શહેર કોટડા બેઠક ૧૯૬૨ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતે અસ્તિત્વમાં હતી. ત્યારબાદ, ૧૯૬૭ અને ૧૯૭૨ની ચૂંટણીમાં આ બેઠક નાબૂદ કરવામાં આવી હતી અને ૧૯૭૫ થી ૨૦૦૭ની ચૂંટણી સાથે શહેર કોટડા બેઠક ફરી અસ્તિત્વમાં આવી હતી.

૨૦૦૮ના ડિલિમિટેશનમાં શહેર કોટડા બેઠક નાબૂદ કરી તેનો મોટા ભાગનો વિસ્તાર દાણીલીમડા નામથી નવી બેઠકમાં સમાવવામાં આવ્યો હતો. છેલ્લી ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના શૈલેષ પરમાર ભાજપના જીતેન્દ્ર વાઘેલા સામે ૩૨૫૧૦ મતની મોટી સરસાઈથી જીત્યા હતાં.

દાણીલીમડા અને શહેર કોટડામાં ૨૦૦૦માં થયેલી એક પેટાચૂંટણી સહિત કુલ ૧૨ ચૂંટણીઓમાં કોંગ્રેસ સૌથી વધુ ૧૦ વખત જ્યારે ભાજપ ફક્ત ૨ વખત વિજયી થઈ શકી છે. ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં દાણીલીમડા કોંગ્રેસનો એવો ગઢ છે જેને ૨૦૨૨માં પણ તોડવો ભાજપ માટે અશક્ય છે.

દાણિલીમડા બેઠક પરથી કુલ ૧૨ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. ભાજપમાંથી નરેશ વ્યાસ, કોંગ્રેસમાંથી શૈલેષ પરમાર અને આપમાંથી દિનેશ કાપડિયા મેદાનમાં ઉતર્યા છે.દાણીલિમડા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. કારણ કે, આ બેઠકના અસ્તિત્વથી અહીં સતત કોંગ્રેસ જીતતી આવે છે.

માત્ર બે વાર ભાજપ જીત્યુ છે. પરંતુ કોંગ્રેસે આ બેઠક પર પોતાનો ગઢ જમાવી રાખ્યો છે. શહેરી વિસ્તારમાં આ બેઠક એસસી ઉમેદવાર માટે રીઝવ છે. અહી મુસ્લિમ મતદારો અને દલિત મતદારો નિર્ણાયક છે. જે કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક માનાઇ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.