Western Times News

Gujarati News

વહેલી સવારે કુદરતી હાજતે જતી મહિલા પર રીંછે હુમલો કર્યો

(પ્રતિનિધી) દેવગઢ બારિયા,  સવારે આશરે ૦૬:૦૦ કલાકે દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના સિગોર ગામના ખેડા ફળીયાના રહેતા શ્રીમતી રયલીબેન રયજીભાઇ બારીયા, ઉ.વર્ષ આશરે ૫૧-વર્ષ સવારે કુદરતી હાજતે જતી વખતે કાચા રસ્તા ઉપર વન્યપ્રાણી રીંછ દ્વારા એકા-એક હુમલો કરી મોઢાના તથા ચહેરાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી ચહેરો વિકૃત્ત કરી મૃત્યુ નિપજાવેલ જે અંગેની ટેલીફોનીક જાણ

તથા આર.એમ.પરમાર, (IFS) નાયબ વન સંરક્ષકશ્રી દેવગઢ બારીઆના માર્ગદર્શન તથા પ્રશાંત તોમર, (IFS) મદદનીશ વન સંરક્ષકશ્રી દેવગઢ બારીઆની સુચનાથી પરિક્ષેત્ર વન અધિકારીશ્રી બારીયા તાત્કાલીક સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોચી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે જે.એસ.ચૌહાણ,

સિવીલ હોસ્પીટલ દેવગઢબારીઆ ખાતે લાવવામા આવેલ હતો. મૃતકના પરિવારને સરકારશ્રીના નિયમ મુંજબ ૫-લાખ વળતર આપવાની કાર્યવાહી ચાલુ કરી દેવામા આવેલ છે. તથા સત્વરે તેઓને વળતર ચુકવવામા આવશે. બારીયા વન વિભાગ દ્વારા આપના માધ્યમથી સ્થાનિકોને અપીલ કરવામા આવે છે

કે આપના વિસ્તાર જ્યારે પણ વન્યપ્રાણી રીંછની અવર-જવર જણાઇ આવે ત્યારે તાત્કાલીક વન વિભાગનો સંપર્ક કરવો તેમજ સવારે વહેલા તથા સાંજ પડ્યા બાદ અન્ધારામા જંગલમા જવાનુ ટાળવુ. રાત્રીના સમયે ચાર થી પાંચ લોકોના સમુહમા હાથમા ટોર્ચ રાખી મોઢેથી વાતો કરતા અથવા સંગીત વગાડતા જંગલ વિસ્તારની આસ-પાસથી નીકળવુ. ઘરની આસ-પાસ સતત તાપણુ બળતુ રાખવુ તેમજ યોગ્ય અજવાળુ રાખવુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.