Western Times News

Gujarati News

BSFએ ડ્રગ્સ લઈને આવતું પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું

(એજન્સી)ચંદીગઢ, પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું. પંજાબને અડીને આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પર પાકિસ્તાન સતત ડ્રોન દ્વારા હેરોઈન અને હથિયારોના કન્સાઈનમેન્ટને ભારતમાં ઘુસાડવાના પ્રયાસો કરી રહ્યું છે.

આ દરમિયાન ભારતીય સુરક્ષા એજન્સીઓ એટલે કે બીએસએફએ ફરી એકવાર પાકિસ્તાન તરફથી ડ્રગ્સ લઈને આવી રહેલું ડ્રોન તોડી પાડ્યું છે જેમાં મોટી માત્રામાં હેરોઈનના પેકેટ મળી આવ્યા છે.

પંજાબની ભારત-પાકિસ્તાન સરહદ પર તરનતારન સેક્ટર પાસે મંગળવારે સવારે બીએસએફ દ્વારા પાકિસ્તાન તરફથી આવતા ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. આ ડ્રોનમાંથી હેરોઈનના પેકેટ મળી આવ્યા છે. છેલ્લા ૧ મહિનામાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર પંજાબ ઝોનમાંથી આઠમી વખત ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે

જેમાંથી નશીલા પદાર્થો અને હથિયારો પણ મળી આવ્યા છે. આ તમામ ડ્રોન પાકિસ્તાનથી આવ્યા હતા અને ભારતમાં ડ્રગ્સ અને હથિયાર પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ અગાઉ પણ રવિવારે તરનતારન જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી એક ડ્રોન અને ત્રણ કિલો હેરોઈન મળી આવ્યું હતું. ૩ ડિસેમ્બરે બીએસએફના જવાનોએ લગભગ ૨૫ કિલો હેરોઈન રિકવર કર્યું હતું જેને ફાઝિલ્કા જિલ્લામાં પાકિસ્તાનના એક ડ્રોન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.