Western Times News

Gujarati News

બંગાળ રાજયપાલને હેલિકોપ્ટર ન મળતા મમતા સરકાર પર આંગળી ઉઠી

કોલકતા, પશ્ચિમ બંગાળના રાજયપાલ જગદીપ ધનખડે કોલકતાથી મુર્શિદાબાદ સુધી પહોંચવા માટે મમતા બેનર્જી સરકારથી હેલિકોપ્ટરની માંગ કરી હતી. પરંતુ સરકારે હેલિકોપ્ટર આપવાનો ઇન્કાર કરી દીધો હતો આવામાં રાજયપાલ જગદીપ ધનખડે કોલકતાથી મુર્શિદાબાદ સુધી આવનારી લગભગ ૬૦૦ કિલોમીટરની યાત્રા સડક માર્ગથી પુરી કરી રાજભવન તરફથી જારી એક યાદીમાં આ માહિતી આપવામાં આવી છે રાજયપાલને પ્રોફેસર સૈયદ નુરૂલ ગસન કોલેજના રજત જયંતિ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આંમત્રિત કર્યા હતાં.

મળતી માહિતી અનુસાર હેલિકોપ્ટરના ઉપયોગ માટે એક અનુરોધ પત્ર રાજય સરકારની સમક્ષ રાખવામાં આવ્યો હતો પરંતુ અનુરોધ પર કોઇ વિચાર કરવામાં આવ્યો નહીં યાદીમાં કહેવામાં આવ્યું છે કે રાજયપાલ ધનખડ પોતાની પત્નીની સાથે સડક માર્ગથી યાત્રા કરશે.

રાજયપાલ ધનખડને એક જ દિવસમાંં લગભગ ૬૦૦ કિલોમીટરની યાત્રા કરવી પડશે આરોગ્ય મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યે કહ્યું હતું કે મુખ્યમંત્રી મમતા બેનર્જી તે સમયે ચક્રવાત પ્રભાવિત વિસ્તારોનું સર્વેક્ષણ કરી રહ્યાં હતાં આ સ્થિતિને જાતા એ જરૂરી પણ હતું ચંદ્રિમાનું કહેવુ છે કે રાજયપાલ એક રાજનીતિક વ્યક્તિની જેમ વ્યવહાર કરી રહ્યાં છે જે દુર્ભાગ્યપૂર્ણ છે લાગે છે કે તેની પાછળ અન્ય કોઇ કારણ છે.

રાજયપાલની વિનંતી ફગાવી દેવા પાછળ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજયપાલ જગદીપ ધનખડની વચ્ચે તનાતનીનું કારણ માનવામાં આવી રહ્યું છે કહેવાય છે કે રાજયપાલના ક્ષેત્રમાં થઇ રહેલ બેઠકો અને પ્રવાસના કારણે મુખ્યમંત્રી મમતા બેનર્જી ખુશ નથી. એ યાદ રહે કે ધનખડે ગત સોમવારે સિગુરનો પ્રવાસ કર્યો હતો એજ જગ્યા છે જયાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ૨૦૦૮માં નૈનો કાર પ્રોજેકટને પાછો લેવા માટે ટાટા મોટર્સને મજબુર કરવા માટે પોતાનું આંદોલન શરૂ કર્યું હતું. ધનખડે કેટલાક કલાર્કોને મળ્યા બાદ પાછા કોલકતા પાછા ફરવું પડયું હતું કારણ કે તે સમયે ત્યાં ખંડ વિકાસ કાર્યાલયનો કોઇ અધિકાર હાજર ન હતો.તૃમણૂલે રાજયપાલને આ ક્ષેત્રીય પ્રવાસનો વિરોધ કર્યો હતો.

રાજયપાલ ધનખડના કેટલાક સ્થાનો પર પ્રવાસથી રાજનીતિક પ્રતિક્રિયા વધી ગઇ છે. સિંગુર પ્રવાસને લઇ રાજય સરકારે કહ્યું હતું કે જા મારા પ્રવાસથી હલચલ વધી જાય છે તો હું સિંગુર અને નંદીગ્રામમાં લાંબો સમય વિતાવવા ઇચ્છુ છું

એક રાજયપાલના રૂપમાં મારા માટે આ બધુ જાણવું ખુબ જરૂરી છે સતત એ જાવામાં આવ્યું છે કે આપણે જે જાવા ઇચ્છીએ છીએ લોકો તેને છુપાવવાનો પ્રયાસ કરે છે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજયપાલના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી હતી કે કેટલાક લોકો પોતાના કાર્યક્ષેત્રથી આગળ નિકળવાનો પ્રયાસ કરી રહ્યાં છે તેમને કેન્દ્ર સરકારની જગ્યા લેવી જોઇએ નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.