Western Times News

Gujarati News

માણાવદર સરદારગઢ પરામાં પીડબ્લ્યુડીની દિવાલ ધરાશાયી થઈ

(પ્રતિનિધિ) માણાવદર, માણાવદર સરદારગઢપરા વિસ્તાર જે પોલીસ સ્ટેશન પાછળના ભાગે વર્ષો જૂના સરકારી કર્મચારીઓ માટેસરકારી ક્વાર્ટર આવેલા છે. જે વર્ષો જૂના હોય દિન-પ્રતિદિન પડતરના કારણે વારંવાર દિવાલો, મકાન ધરાશયી થાય છે આ ક્વાર્ટર ફરતે પ્રજાજનોના મકાનો આવેલા છે. જેથી આ ક્વાર્ટર વારંવાર અનેકવાર તૂટીને રહેવાસીઓના ઉપર તથા મકાન ઉપર પડે તો મોટીજાનહાની સર્જાશે આ ક્વાર્ટર પ્રજાજનો માટે મોતનું તાંડવ નોતરશે વારંવાર આ ક્વાર્ટર જૂના થયા હોય તે તોડી નવા બનાવવા માંગ થઈ છે.

પરંતુ આ ક્વાર્ટરને નતો કોઈને રહેવા માટે આપ્યા ના તો તેને તોડી નવા બનાવ્યા હાલ વર્ષો બાદ જૂના ક્વાર્ટર આજુબાજુ માનવ વસાહત માટે અતિ જાેખમી સાબિત થયા છે. ત્યારે સબંધિત તંત્ર પીડબલ્યુડીને જાણ કરવા છતા આ પ્રત્યે લાપરવાહી રાખી રહ્યું છે. ત્યારે આ ક્વાર્ટની દેખરેખ ક્યા કારણે નથી રખાય, આ ક્વાર્ટર પાછળ ૨૦ વર્ષમાં કેટલો ખર્ચ કર્યો? તેને સરકારી કર્મચારીઓ માટે શા માટે જાળવણી નથી કરી? જાે ચાલે તેમ ન હોય તો તેને શા માટે તોડી નથી પાડતા ? માનવજીંદગી સાથે ચેડા કરનારા કોણ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.