Western Times News

Gujarati News

એક કરોડથી વધુના ખર્ચે બનેલ રોડ તથા બે નાળા ધોવાયા

ઝઘડીયાના રાણીપુરાથી સ્મશાનને જાેડતા રોડના કામમાં ગોબાચારી સામે આવી

(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા તાલુકામાં વિકાસના કામો બાબતે એક પછી એક થયેલ ગોબાચારી સામે આવી રહી છે.પડવાણીયા ગ્રામ પંચાયતમા ગટરના ડુપ્લીકેશન બીલનો મામલો ભલે અભરાઈ પર મુકાય ગયો હોય પરંતુ વિકાસના કામોમાં થયેલ ગોબાચારી એક પછી એક બહાર આવી રહી છે.આવીજ એક ગોબાચારી ની ધટના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ ખાતે બહાર આવી છે.

ભરૂચ જીલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કન્સ્ટ્રક્શન ઓફ રાણીપુરા સ્મશાન બે કિલોમીટરના ડામર રોડ વિથ ટુ રો, થ્રી રો તથા સ્લેબ ડ્રેઈન ના કામ માટે ૧,૦૧,૫૦,૭૫૧ ની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી.આ કામ માર્ચ ૨૧ માં કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને માર્ચ ૨૨ ના રોજ કામ પૂર્ણ કરવાની અવધી હતી. એક કરોડથી વધુના ખર્ચે બનેલ આ કામમાં મોટાપાયે ગોબાચારી થઈ હોવાનું પહેલા ચોમાસા બાદ જ બહાર આવ્યું છે.

આ બે કિલોમીટરના ડામર રોડમાં મોટા ટુ રો એચપી ડ્રેઈન નંગ ત્રણ તથા થ્રી રો એચપી ડ્રેઈન એક નંગ તથા સ્લેબ ડ્રેઈન બનાવવામાં આવ્યા હતા.આ પૈકી નાળાઓ ની સાઈડો નું મોટાપાયે ધોવાણ થયું છે તથા મોટું સ્લેબ નાળુ બંને તરફથી બેસી ગયું છે, ટુ રો નાળુ પણ બેસી ગયું છે તથા તેને નીચેથી પ્રથમ વરસાદ બાદ જ મોટાપાયે ધોવાણ થયું છે,મોટું સ્લેબ ડ્રેઈન તથા નાનું નાળુ ચોમાસા બાદ ડેમેજ થવાના કારણે તથા ડામર રોડ ને પણ ઠેર ઠેર તિરાડો પડી ગઈ હોય સ્થાનિક ગ્રામજનોએ તથા તાલુકા પંચાયતના સદસ્ય વિશાલ પટેલ દ્વારા વારંવાર કોન્ટ્રાક્ટરને ફરિયાદ કરી હતી તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા એક વર્ષના ટૂંકા ગાળામાંજ ડેમેજ થયેલ રોડ તથા નાળા રીપેર કરવાની તૈયારી બતાવી નથી.

એક કરોડથી વધુ ના ખર્ચે બનેલ સદર કામમાં ખૂબ મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો બહાર આવ્યું છે.જવાબદાર તંત્ર દ્વારા રાણીપુરા ગામથી સ્મશાન ને જાેડતા આ રોડ તથા તેના પર આવેલા ટુ ડ્રેઈન તથા થ્રી ડ્રેઈન નાળા નો સમારકામ વેરાસર કરવામાં આવે તેવી માંગ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.