Western Times News

Gujarati News

એક્શન ફિલ્મ માટે રાજી નહોતા પ્રોડ્યુસર અને ડિરેક્ટર

મુંબઈ, શાહરુખ ખાન, જૉન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણ આવતા વર્ષે સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે. આ ફિલ્મ સાથે શાહરુખ ખાન ચાર વર્ષ પછી મોટા પડદા પર પાછો ફરી રહ્યો છે. ફિલ્મ રીલિઝ પહેલા જ વિવાદોમાં સપડાઈ ગઈ છે.

ફિલ્મને બહિષ્કાર કરવાની માંગ થઈ રહી છે. તેવામાં ટીમ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાન ભલે કેમિયો રોલમાં જાેવા મળ્યો હતો પરંતુ તેની લીડ એક્ટર તરીકેની ફિલ્મ ચાર વર્ષ પહેલા ઝીરો હતી જે આનંદ એલ રાયના ડિરેક્શનમાં બની હતી.

જાે કે તે ફિલ્મને બોક્સઓફિસ પર નબળો પ્રતિસાદ મળ્યો હતો. પઠાણની વાત કરીએ તો, શાહરુખ ખાને તાજેતરમાં જ એક વાતચીત દરમિયાન આ ફિલ્મ કરવા પાછળનું કારણ જણાવ્યુ છે. શાહરુખ ખાને જણાવ્યું કે તેણે પ્રોડ્યુસર આદિત્ય ચોપરા અને ડાઈરેક્ટર સિદ્ધાર્થ આનંદને આ એક્શન ફિલ્મ માટે કેવી રીતે મનાવ્યા હતા.

શાહરુખના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેઓ આ ફિલ્મ બાબતે થોડા ખચકાતા હતા. તેણે પ્રોડ્યુસર અને ડિરેક્ટરને જણાવ્યું કે તે પોતાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરશે અને તેમને નિરાશ નહીં કરે. ટીઝરમાં જ તમે જાેઈ શકશો કે આ ફિલ્મ એક્શનથી ભરપૂર છે. શાહરુખે જણાવ્યું કે, ચાર વર્ષ પહેલા મને થોડી અશક્તિ અનુભવાતી હતી.

મને ઈજા થઈ હતી, સર્જરી કરવામાં આવી હતી, પણ મને લાગ્યું કે મારે કંઈક એવુ કરવું જાેઈએ જે પહેલા ના કર્યુ હોય. મારે શારીરિક રીતે ફિટ થવાની જરૂર હતી. મેં મારા મિત્ર આદિત્ય ચોપરા અને સિદ્ધાર્થ આનંદને કહ્યું કે એક એક્શન પિક્ચર બનાવો. તેમણે મને કહ્યું કે- સર તમે આ શું કહી રહ્યા છો, તમે થાકી જશો.

મેં તેમને કહ્યું કે, હું ભલે ટાઈગર અથવા ડુગ્ગુ(હૃતિક રોશન) જેટલો સારો નહીં હોય, ફણ હું પ્રયત્ન કરીશ. શાહરુખે આગળ જણાવ્યું કે, મારે માત્ર એક વર્ષ માટે જ બ્રેક લેવો હતો. મને વિચાર આવ્યો હતો કે, થોડો રોકાઉ જઉં, ફિટ થઈ જઉં. ઝિરો ફિલ્મ માટે ખૂબ મહેનત કરી હતી અને ઉપરથી તે ફિલ્મ ચાલી પણ નહોતી અને લોકો તે પસંદ પણ નહોતી આવી.

મને ખરાબ લાગતુ હતું. પણ પછી મને વિચાર આવ્યો કે હું કંઈક એવુ કરીશ જે લોકોને ગમે, પોતાના દિલની વાત ખૂબ માની લીધી. મારે એવુ કંઈક કરવુ હતું જે મારા માટે નવું હોય, અલગ હોય. શાહરુખ ખાને જણાવ્યું કે જ્યારે તેની દીકરી સુહાના ખાન ન્યુ યોર્કમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે તેણે ત્યાં જવાનો પ્લાન બનાવ્યો હતો. શાહરુખને હતું કે દીકરી સાથે ન્યૂ યોર્ક જશે. પણ તેણે મને ક્યારેય બોલાવ્યો જ નહીં.

શાહરુખ કામ શરુ કરવાની તૈયારીમાં હતો ત્યારે કોરોના મહામારી શરુ થઈ ગઈ અને લોકડાઉન લાગુ થઈ ગયું. શાહરુખ ખાન જણાવે છે કે તેણે લોકડાઉનમાં બાળકો સાથે ખૂબ સમય પસાર કર્યો. તે રાંધતા શીખ્યો, ખાસકરીને તેણે ઈટાલિયન ફૂડ બનાવતા શીખ્યું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.