Western Times News

Gujarati News

લગ્ન પાછળ પૈસાનો ધૂમાડો કરવામાં નથી માનતી દેવોલીના

મુંબઈ, દેવોલીના ભટ્ટાચાર્જીએ લગ્નની તસવીરો શેર કરીને માત્ર ફેન્સ જ નહીં પરંતુ ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્‌સને પણ ચોંકાવી દીધા હતા. એક્ટ્રેસ તેના જિમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે બુધવારે (૧૪ ડિસેમ્બર) લોનાવલામાં એકદમ સાદગીથી પરણી હતી. બંને ચાર વર્ષથી એકબીજાને ઓળખતા હતા અને ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતા.

લગ્ન બાદ તે પતિ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાની સાથે-સાથે નવા ઘરને સેટ કરવામાં અને સાસરિયાંના સભ્યોને મળવામાં વ્યસ્ત થઈ ગઈ છે. તેથી, હનીમૂન માટે હજી રાહ જાેવી પડશે. તેણે કહ્યું હતું કે ‘એન્જલ (પાલતુ શ્વાન) અમારા જીવનમાં છે અને મારા કરતાં શાહનવાઝ તેને પ્રેમ કરે છે.

તેથી, અમે તેવી જગ્યા શોધી રહ્યા છીએ ત્યાં તેને સાથે લઈ જઈ શકીએ. હાલ તો અમે ડેસ્ટિનેશન નક્કી કર્યું નથી. પરંતુ કદાચ ન્યૂ યર પછી જઈએ તેવી શક્યતા છે. કારણ કે, આ મહિના અંત સુધી મારી શિડ્યૂલ પેક છે.

ઝૂમ સાથે વાતચીત કરતી વખતે ઘડિયા અને ખાનગી રીતે લગ્ન કેમ કર્યા તે પાછળનું કારણ જણાવતાં દેવોલીનાએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે, સેલિબ્રિટીના ટેગ સાથે સમાજને માર્ગદર્શન આપવાની જવાબદારી પણ આપે છે. તેવું કહેવાય છે કે, સેલેબ્સ પાસે ટ્રેન્ડ સેટ કરવાનો પાવર છે અને ગ્રાન્ડ વેડિંગ એ માત્ર પૈસાનો વેડફાટ જ છે.

મને તે દેખાડા જેવું લાગે છે. મને લાગે છે કે મારી પાસે પૈસાની જરૂર છે તે મારે બતાવવાની જરૂર નથી. મારું માનવું છે કે, મારા પતિ અને મેં, અથવા અમારા માતા-પિતાએ પૈસા કમાવવા માટે ઘણી મહેનત કરી છે. તેથી, જરૂર હોય ત્યાં તેનું રોકાણ કરવાની જરૂર છે.

હું એક એનજીઓ ચલાવું છું, જે વૃદ્ધ લોકોનું ધ્યાન રાખે છે. સમાજને ખુશીથી સભર જગ્યા બનાવવા અને જરૂરિયાતમંદો પાછળ પૈસા વાપરવાનુ મને ગમે છે. હું આજના યુવાનોને તે સમજાવવા માગું છું કે, દેખાડો કરવા માટે પૈસા વેડફવા તે મૂર્ખતાભર્યું છે.

તમારા જીવનનો ખાસ અને મોટો દિવસ ત્યારે કહેવાય ત્યારે તમારા લગ્ન થતાં હોય ત્યારે તમારા પરિવારના આશીર્વાદ મળે અને મિત્રોનો સાથ મળે. તમે દરેક રીતિ-રિવાજ કરીને પણ મજા કરી શકો છો’, તેમ દેવોલીનાએ ઉમેર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.