Western Times News

Gujarati News

રવિવારે રજાના દિવસે લોકો સૌથી વધુ ઓનલાઇન શોપિંગ કરે છેઃ સર્વે

ગુજરાતમાંથી મીશો ઉપર 2,000થી વધુ કરોડપતિ સેલર્સ અને 45,000 લખપતિ સેલર્સ

અમદાવાદ, ભારતના એકમાત્ર સાચા ઇ-કોમર્સ માર્કેટપ્લેસ મીશો માટે વર્ષ 2022 ખૂબજ સફળ રહ્યું છે કારણકે અમે દરેક વ્યક્તિ માટે ઇન્ટરનેટ કોમર્સને ડેમોક્રેટાઇઝ કરવાના અમારા મીશનમાં ઘણાં નવા સીમાચિહ્નો હાંસલ કર્યાં છે. આ વર્ષે અમે વેચાણમાં ત્રણ રેકોર્ડ બનાવ્યાં છે, જેમાં દરેક રેકોર્ડ તેના પાછલા રેકોર્ડથી ઉપર છે તેમજ દેશભરમાંથી મૂલ્ય શોધતા ગ્રાહકોએ દરરોજ અમારી નીચી કિંમત અને વિશાળ શ્રેણીને પસંદ કરી છે.

કંપનીની ઝિરો કમીશન અને ઝિરો પેનલ્ટી જેવી ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ પહેલોને પરિણામે છેલ્લાં એક વર્ષમાં મીશો સાથે જોડાનારી ગુજરાતની એમએસએમઇની સંખ્યા વધી છે. ગુજરાતમાંથી છેલ્લાં 12 મહિનામાં 2,000થી વધુ સેલર્સ કરોડપતિ બન્યાં છે, જ્યારે કે 45,000થી વધુ સેલર્સ લખપતિ બન્યાં છે.

આ વર્ષે રાજ્યમાંથી ઓનબોર્ડ થનારા સપ્લાયર્સમાં 40 ટકાનો વધારો થયો છે, જેમાંથી 60 ટકાએ મીશો સાથે તેમની ઇ-કોમર્સ સફર શરૂ કરી છે. ગુજરાતમાં ખરીદદારો દ્વારા પસંદ કરાતી ટોચની પ્રોડક્ટ્સમાં બ્લુટુથ હેડફોન અને ઇયરફોન, લહેંગા ચોલી, સ્માર્ટ વોચ, એક્સટેન્શન બોર્ડ્સ અને કોટન બેડશીટ સામેલ છે.

વિવિધ ભૌગોલિક અને સામાજિક-આથિક પૃષ્ઠભૂમિમાં ઇ-કોમર્સનું આકર્ષણ સતત વધી રહ્યું છે ત્યારે મીશો દેશભરમાં ગ્રાહકોના આધાર માટે એક્સેસ તેમજ વાજબીપણાને વેગ આપી રહ્યું છે. વર્ષ 2022માં ભારતે કેવી રીતે ખરીદી કરી છે, તેની મહત્વપૂર્ણ હાઇલાઇટ્સ નીચે મૂજબ છે.

અમારા સેલર્સ સાફલ્યગાથા લખી રહ્યાં છે

●      અમારા ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ ઝિરો કમીશન મોડલને કારણે વર્ષ 2022માં અમારા સેલર્સે રૂ. 3,700 કરોડની બચત કરી છે.

●      સમગ્ર ભારતમાં એસએમબીનું ડિજિટાઇઝેશનઃ વર્ષ 2022માં મીશોએ 500,000 સપ્લાયર્સ ઓન-બોર્ડ કર્યાં છે, જેમાંથી 61 ટકા ન્યુ-ટુ-ઇ-કોમર્સ છે અને પહેલીવાર ઓનલાઇન વેચાણ કરી રહ્યાં છે.

ભારતનો શોપિંગ પ્રાઇમ ટાઇમ

●     રવિવાર આરામ માટે હોય છે અને વર્ષ 2022માં ભારતીયોએ રવિવારે સૌથી વધુ ઓનલાઇન શોપિંગ પણ કરી છે. ગત વર્ષે ભારતીયોએ બુધવારે સૌથી વધુ ઓનલાઇન ખરીદી કરી હતી.

●     મીશો ગ્રાહકો માટે દરરોજ રાત્રે 8 વાગ્યાનો સમય શોપિંગ પ્રાઇમ ટાઇમ હતો. વર્ષ 2021માં બપોરે 2-3 વાગે સૌથી વધુ ટ્રાફિક નોંધાયો હતો.

●     લાખો ગ્રાહકોએ સ્થાનિક લેન્ડમાર્ક તરીકે ‘પિપલ કા પેડ’, ‘બરગડ કા પેડ’, ‘આટા ચક્કી કે પીછે’ અને ‘નિયર વોટર ટેંક’નો ઉપયોગ ડિલિવરી કર્મચારીની મદદ માટે કર્યો છે. દેશી નેવિગેશન ટુલની ચોકસાઇ વધુ રહી છે.

ભારતીયો પોતાની કાળજી લઇ રહ્યાં છે

●      વર્ષ 2022માં સૌથી વધુ સર્ચ કરાયેલી પ્રોડક્ટમાં ‘સ્માર્ટવોચ’ બીજા ક્રમે હતી, જે સૂચવે છે કે ભારતીયો શારીરિક પ્રવૃત્તિઓ તરફ વળી રહ્યાં છે.

●      ગ્રૂમિંગ પ્રોડક્ટ્સ તરફ પુરુષોનું આકર્ષણ વધી રહ્યું છે, જેમાં 60 ટકાથી વધુ ઓર્ડર્સ ટિયર 4 માર્કેટ્સમાંથી આવે છે.

●      ટિયર 2 શહેરોમાંથી સેનેટરી નેપ્કિનના ઓર્ડર્સમાં 9 ગણો વધારો થયો છે, જે સૂચવે છે કે કેવી રીતે ઇ-કોમર્સ ભારતમાં લાખો મહિલાઓ સુધી પહોંચ વધારી રહ્યું છે.

વર્ષ 2022 શોપિંગ કાર્ટ

●      દર મિનિટે 148 સાડીઓના વેચાણ તથા દેશભરમાંથી માગને જોતાં વસ્ત્રો પ્રત્યે ભારતીયોનો પ્રેમ સતત વધી રહ્યો છે.

●      દરરોજ 93,000 ટી-શર્ટ્સ, 51,725 બ્લુટુથ ઇયરફોન અને 21,662 લિપસ્ટિક્સનું વેચાણ થયું છે. રાજસ્થાનમાં બ્લુટુથ ઇયરફોન, ઝારખંડમાં એક્સટેન્શન બોર્ડ્સ, હરિયાણામાં બ્લુટુથી ઇયરફોન તથા આસામમાં બોડી લોશનને વધુ પસંદ કરવામાં આવ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.