Western Times News

Gujarati News

ફ્લાઈટમાં ફૂડને લઈને પેસેન્જર અને એર હોસ્ટેસ વચ્ચે બબાલ

નવી દિલ્હી, ઈસ્તાંબુલથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મુસાફર અને એર હોસ્ટેસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જાેરદાર વાયરલ થઈ રહ્યો છે. ફ્લાઇટમાં પીરસવામાં આવતા ફૂડને લઈને પેસેન્જર અને એર હોસ્ટેસ વચ્ચે દલીલ થઈ હતી. તેના પર હવે ઈન્ડિગો ફ્લાઈટે પણ પોતાનું વલણ રજુ કર્યું છે.

પેસેન્જર અને ક્રૂ મેમ્બર વચ્ચેની બોલાચાલી ઉકેલવા બીજી એર હોસ્ટેસે બોલવાનું શરૂ કર્યું, તેણે કહ્યું કે સાહેબ તમે આરામથી બોલો. હું ખૂબ જ દિલગીર છું સર પરંતુ ક્રૂ મેમ્બર સાથે આ રીતે વાત ન કરી શકો. હું તમને શાંતિથી પૂરા માનથી સાંભળી રહી છું, તો સામે તમારે પણ આદર સાથે બોલવું પડશે. તેની સામે પેસેન્જરે કહ્યું કે, તમે નોકર છો. આના પર એર હોસ્ટેસ પણ ગુસ્સે થઈ ગઈ. તેણે પેસેન્જરને જવાબ આપ્યો કે હા હું એક કર્મચારી છું, પણ હું તમારી નોકર નથી.

જેટ એરવેઝના સીઈઓ સંજીવ કપૂરે પણ આ અંગે પોતાનું વલણ રજૂ કર્યું હતું. ટ્‌વીટમાં એર હોસ્ટેસનું સમર્થન કરતાં તેણે કહ્યું કે ક્રૂ મેમ્બર્સ પણ માણસ છે, વર્ષોથી મેં ક્રૂ મેમ્બર્સને થપ્પડ મારતા અને દુર્વ્યવહાર કરતા વલણ જાેયું છે. લોકો તેમને નોકર કહે છે અને ક્યારેક તેઓને એના કરતા પણ ખરાબ કહે છે.

આ અંગે ઈન્ડિગો તરફથી પણ નિવેદન આવ્યું છે. ઈન્ડિગોએ તેમના નિવેદનમાં જણાવ્યું કે, આ ઘટના ૧૬ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ઈસ્તાંબુલથી દિલ્હી જતી ફ્લાઈટ ૬ઈ૧૨માં બની હતી. આ મુદ્દો કોડશેર કનેક્શન વચ્ચે મુસાફરી કરતા પેસેન્જર દ્વારા પસંદ કરાયેલા ખોરાક સાથે સંબંધિત હતો. ઈન્ડિગો તેના ગ્રાહકોની જરૂરિયાતો વિશે જાણે છે. અમારા ગ્રાહકોને નમ્ર અને મુશ્કેલી મુક્ત અનુભવ પ્રદાન કરવાનો અમારો સતત પ્રયાસ છે. અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. ઉપરાંત, ગ્રાહકની સુવિધા અમારી ટોચની પ્રાથમિકતા છે. અમે દરેક સમયે શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.