Western Times News

Gujarati News

રાજ્યમાં પ્રથમ ગ્લોબલ સેક્રેટરીયાટ ઓફિસનો પ્રારંભ

એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ફાઉન્ડેશન (એએસીસીઆઈ)ના પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયાના અવસરે ઓફિસ ખોલી એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ફાઉન્ડેશન (એએસીસીઆઈ) એ ગુજરાતમાં અમદાવાદ ખાતે સર્વપ્રથમ એવી ગ્લોબલ સેક્રેટરીયાટ ઓફિસ શરૂ કરી છે. એએસીસીઆઈના પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના અવસરે આ શુભારંભ કરવામાં આવ્યો છે.

એએસીસીઆઈને તાજેતરમાં જ ઈન્ડિયન ગ્લોરી બૂક ઓફ રેકોર્ડ્‌સમાં ભારતમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલી ચેમ્બર તરીકે માન્યતા મળી હતી. આ શુભ પ્રસંગે સંબોધન કરતા એએસીસીઆઈના સ્થાપક અને ચેરમેન ડૉ. જી. ડી. સિંઘે જણાવ્યું હતું કે, “ટૂંકા સમયમાં જ અમારી મોટી સિદ્ધીઓ બદલ અમને ગર્વની લાગણી થાય છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે એશિયા અને આફ્રિકા વચ્ચેના તમામ ૧૦૨ દેશો વચ્ચેનું અંતર દૂર કરવા માટે અમે કરેલો પ્રયત્ન પર અમને ગર્વ છે, જે અગાઉ ક્યારેય પણ થયું ન હતું.”

ભારત અને આફ્રિકા ઉત્કૃષ્ઠ મિત્રતા ધરાવે છે. બંનેનો કોલોનિયલ ઈતિહાસ સરખો રહ્યો છે અને વાણિજ્ય જાેડાણની પણ બંને દેશો લાંબો ઈતિહાસ ધરાવે છે. ભારતીય મૂળના ૩૦ લાખ લોકો આફ્રિકામાં સ્થાયી થયા છે જેમાંથી અડધા ઉપરાંતના તો ગુજરાતી છે. તેઓ કેન્યા, યુગાંડા, ટાંઝાનીયા, દક્ષિણ આફ્રિકા, ઓમાન, માડાગાસ્કર અને મોરેસિયસ જેવા પૂર્વ આફ્રિકાના દેશોમાં મોટા પ્રમાણમાં સ્થાયી થયા છે, જેમાં તેમણે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી છે.

આ બે ખંડો વૈશ્વિક બજારોમાં પણ અત્યંત મજબૂત ઉપસ્થિતિ ધરાવે છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતનું અર્થતંત્ર ૫ ટ્રિલિયન ડૉલરનું કરવાની યોજના ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.