Western Times News

Gujarati News

રાજસ્થાન પેપર લીકનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો

ડીસા, રાજસ્થાન અધ્યાપક ભરતી પરીક્ષાનાં પેપર પેપર લીક કેસમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. પકડાયેલી બસને ગુજરાત પાસિંગની કાર એસ્કોર્ટ કરતી હતી. ગુજરાત પાસિંગની કારમાં માસ્ટરમાઇન્ડ બેઠો હતો. પેપર લીક કેસનો માસ્ટર માઈન્ડ સુરેશ બિશ્નોઈ છે જે કારમમાં બેઠો હતો અને ત્યાંથી જ પ્રશ્નપત્રની પ્રિન્ટ કાઢીને બસમાં બેઠેલા ઉમેદવારોને પ્રશ્નપત્ર મળ્યું હતુ.

આ ઉપરાંત જાણવા મળી રહ્યુ છે કે, પકડાયેલી બસ, કાર બંને એક જ માલિકની હોવાની શક્યતા સેવાઇ રહી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, પકડાયેલી કારનો નંબર GJ ૦૮ ૨૯૦૨ છે. આ કાર બનાસકાંઠાના ડીસાના કંસારી ગામથી રજિસ્ટર થયેલી હોવાનું સામે આવ્યું છે. આ કાર ગણપતલાલ ભગીરથરામ બિશ્નોઈના નામે રજિસ્ટર થઇ હતી.

રજિસ્ટર કારનો મોબાઈલ નંબર અંગે ખુલાસો થયો હતો. મોબાઈલ નંબર બસ ચાલક પિરારામ બિશ્નોઈનો હોઈ શકે છે. રાજસ્થાન પેપર લીક કેસમાં બનાસકાંઠા સુધી તાર જાેડાયા હોવાની શક્યતા છે.

રાજસ્થાનમાં અધ્યાપક ભરતી પરીક્ષામાં પેપર લીક થયું હતું. રાજસ્થાન પરિવહનની બસમાં પેપર સોલ્વ કરાઈ રહ્યુ હતુ. આર. જે. ટ્રાવેલ્સની બસ રાજસ્થાન પરિવહનમાં કોન્ટ્રાક્ટ પર કાર હતી. બસને ગુજરાત પાસિંગની કાર એસ્કોર્ટ કરતી હતી. કારમાં માસ્ટર માઈન્ડ સુરેશ બિશ્નોઈ બેઠો હતો. સુરેશ પાસે લેપટોપ અને પ્રિન્ટર પણ હતું. સુરેશે રાત્રે બે કલાકે પેપર લીક કર્યું હોવાની શક્યતા સેવાઇ રહી છે.

વોટ્‌સએપ પર આવેલા પેપરની પ્રિન્ટ કાઢીને બાદમાં બસમાં ઉમેદવારો પાસે પેપર સોલ્વ કરાયું હતું. આપને જણાવીએ કે, ૨૪ ડિસેમ્બરનાં રોજ રાજસ્થાનમાં સેકન્ડ ગ્રેડ ટીચર રિક્રુટમેન્ટ માટેની પરીક્ષા યોજાવાની હતી. પરીક્ષા શરૂ થાય તે પહેલા જ તેનું પેપર લીક થયું હોવાનું સામે આવ્યું હતુ.

તેમજ સોશિયલ મીડિયામાં પણ ફરતું થયું. મામલો સત્તાધીશો સુધી પહોંચ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લેતા સરકારે પરીક્ષા શરૂ થાય તે પહેલા જ તાત્કાલિક તેને રદ કરવાની જાહેરાત કરી દીધી હતી. રાજ્યની સાથે સાથે સેકન્ડ ગ્રેડ શિક્ષકની ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો દૂર-દૂરથી આવ્યા હતા. શનિવારે સવારે પણ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજવાની પ્રક્રિયા ચાલી રહી હતી.

પરીક્ષા કેન્દ્રોમાં પણ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઉમેદવારો પણ પરીક્ષા આપવા માટે પરીક્ષા હોલમાં ફાળવેલ સીટ પર બેઠા હતા. બીજી તરફ અલવરમાં પ્રથમ તબક્કાનું જીકેનું પેપર અચાનક રદ કરવાને લીધે યુવાનોમાં રોષ વ્યાપી ગયો હતો.

પરીક્ષા કેન્દ્રની બહાર યુવાનોએ ગેહલોત સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. હાલ આ કેસમાં તપાસ જાેરશોરથી ચાલી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.