Western Times News

Gujarati News

વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ સ્કૂલને ઘેરીને તાળાબંધી કરી

આણંદ, સ્કૂલમાં બાળકોના ભવિષ્યનું સિંચન કરતા શિક્ષકો દ્વારા જ પ્રેમલીલા કરવામાં આવે ત્યારે તેની અસર વિદ્યાર્થીઓ પર પડતી હોય છે.

ત્યારે આવો જ એક કિસ્સો આણંદના ઉમરેઠ તાલુકામાં આવેલી એક સ્કૂલમાંથી સામે આવ્યો છે. ઉમરેઠ તાલુકાના એક ગામમાં આવેલી સ્કૂલમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્કૂલનો ઘેરાવો કર્યો હતો અને આચાર્યને સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી.

ત્યારે આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ એવા આક્ષેપ કર્યા હતા કે સ્કૂલના આચાર્ય અને શિક્ષિકા વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું છે. બીજી તરફ, આચાર્યએ આ આક્ષેપો નકાર્યા હતા. ગ્રામજનોએ સ્કૂલનો ઘેરાવો કરતા પોલીસ પણ દોડતી થઈ હતી.

જે બાદ ખંભોળજ પોલીસે સ્કૂલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વિદ્યાર્થીઓ હાથમાં બેનર લઈને આવ્યા હતા અને લખ્યું હતું કે આચાર્ય શાળા છોડો. ત્યારે આ મુદ્દો હાલ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઉમરેઠ તાલુકાના એક ગામમાં આવેલી સ્કૂલમાં વાલીઓ અને ગ્રામજનો પહોંચ્યા હતા અને તેનો ઘેરાવો કર્યો હતો.

એટલું જ નહીં આચાર્યને દૂર કરોના બેનરો સાથે હલ્લાબોલ કર્યો હતો. સાથે જ વાલીઓએ એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે જ્યાં સુધી આચાર્યને સ્કૂલમાંથી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાના બાળકોને સ્કૂલમાં મોકલશે નહીં. વાલીઓ અને ગ્રામજનોએ એવા આક્ષેપ કર્યા હતા કે સ્કૂલના આચાર્ય અને એક શિક્ષિકા વચ્ચે પ્રેમસંબંધ છે.

બીજી તરફ, સ્કૂલના આચાર્યએ આ આક્ષેપો નકારી કાઢ્યા હતા અને પોતાની વિરુદ્ધમાં ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. જાે કે, આ કથિત પ્રેમપ્રકરણ મામલે શિક્ષિકાના પતિએ જાહેરમાં આવીને આ શંકા કરતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. કોણ સાચુ અને કોણ જૂઠ્ઠુ એ તપાસનો વિષય બન્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ આક્ષેપ કરનારા અને આક્ષેપ નકારનારા પક્ષે ખંભોળજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તો વાલીઓ અને ગ્રામજનોએ સ્કૂલનો ઘેરાવો કરીને જિલ્લા શિક્ષણાધિકારીને આચાર્યને હટાવવાની માગ કરી છે.

ગામમાં કોઈ અનિચ્છિનીય ઘટના ન બને એટલા માટે ખંભોળજ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ત્યારે સ્કૂલના આચાર્યએ આ વાતને નકારી કાઢતા એવું જણાવ્યું હતું કે, સંસ્થા સુવર્ણ મહોત્સવ ઉજવવાની તૈયારીઓ કરી હ્યું છે. શાળામાં રંગરોગાનનું કામ ચાલી રહ્યું છે.

જેનો કેટલાંક હિતશત્રુઓ વિરોધ કરી રહ્યા છે. ટ્રસ્ટી મંડળ મારી સાથે છે અને મને બદનામ કરીને સ્કૂલમાંથી હટાવવા માટે કાવતરુ રચવામાં આવ્યું છે. મહત્વનું છે કે, સ્કૂલના આચાર્ય રાજકારણ સાથે સંકળાયેલા છે અને એક ગામના સરપંચ પણ રહી ચૂક્યા છે. ભૂતકાળમાં પણ તેમની સામે આવા આક્ષેપો થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.