Western Times News

Gujarati News

મ્યુનિસિપલ શાળાઓમાં ધો.૮ બાદ ડ્રોપ આઉટ રેસિયો ઘટાડવા સક્રિય વિચારણા

મ્યુનિ. માધ્યમિક શાળાઓને સ્કુલ બોર્ડ હસ્તક કરી તેનો વ્યાપ વધારવા આયોજન

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની માધ્યમિક શાળાઓ સ્કૂલ બોર્ડમાં ભેળવવા માટે આયોજન થઈ રહ્યું છે

મ્યુનિ. માધ્યમિક સંચાલન સમિતિ હસ્તક હાલ માત્ર પાંચ શાળાઓ જ છે તેને સ્કુલ બોર્ડ હસ્તક કરવામાં આવે તો ગરીબ મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને હાયર સેકન્ડરી સુધી અભ્યાસ કરવામાં તકલીફ ન થાય તેવા આશયથી વધુ સુવિધા માટે સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ ના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધોરણ ૯ થી ૧૨ ની પાંચ શાળાઓ કાર્યરત છે આ શાળાઓને સ્કૂલ બોર્ડમાં ભેળવવામાં આવે તેમ જ તેનો વ્યાપ વધારવામાં આવે તો ધોરણ આઠ બાદ જે ડ્રોપાઉન્ડ રેશિયો છે તેમાં ભારે ઘટાડો થઈ શકે છે

હાલ ધોરણ આઠમાં ૧૮૭૧ર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમજ ૩પ૦ કરતાં વધારે શાળાઓ જે જેમાં ગુજરાતી માધ્યમની ૨૪૭ શાળાઓમાં ૧૪૦૧પ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હિન્દી માધ્યમની પ૬ શાળામાં ર૮૩૮, ઉર્દુ માધ્યમની ર૮ શાળામાં ૧૪૩ર, અંગ્રેજી માધ્યમની ૧૭ શાળામાં ૧૭૮૭ તેમજ મરાઠી માધ્યમની બે શાળામાં ૪૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે.

ધોરણ આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખાસ કરીને વિદ્યાર્થીનીઓને ધોરણ નવ માં અન્ય શાળાઓમાં એડમિશન લેવામાં મુશ્કેલી થાય છે તેથી મોટાભાગની વિદ્યાર્થીની ઓ ધોરણ આઠ બાદ જ અભ્યાસ અધૂરો મૂકે છે તેથી ધોરણ ૯ થી ૧૨ માં વધુ વર્ગો ચાલુ કરવા અને જરૂરિયાત મુજબ શિક્ષકો ફાળવવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.

તેમજ ધો.૮ પછી વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ કરી શકે તે માટે તમામ કાર્યવાહી કરવામાં આવશે. ધો.૯ થી ૧ર ના જે પાંચ વર્ગ છે તેમાં પણ વધારો કરવા માટે ચર્ચા વિચારણા થઈ રહી છે.

મ્યુનિસિપલ સ્કુલ બોર્ડ ચેરમેન ડો. સુજય મહેતાના જણાવ્યા મુજબ હાલ ધો.૯ થી ૧રમાં માત્ર પાંચ જ શાળાઓ છે જેમાં ૧૧૪૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે જેની સામે સ્કુલ બોર્ડના ધો.૮માં ૧૮ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

આ વિદ્યાર્થીઓને ધો.૮ પછી ખાનગી શાળામાં એડમીશન લેવાની ફરજ પડે છે. જેમાં અનેક વિદ્યાર્થીઓને એડમીશન મળતા નથી તેવી ફરિયાદો પણ આવે છે તેથી માધ્યમિક શાળાઓને સ્કુલ બોર્ડ હસ્તક કરવામાં આવે તેમજ ધો.૯થી ૧રના વધુ વર્ગ શરૂ કરવામાં આવે તો ધો.૮ બાદ મ્યુનિસિપલ શાળાના વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં જવાની ફરજ પડશે નહી તેમજ ડ્રોપ આઉટ રેસિયોમાં પણ ઘટાડો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.