Western Times News

Gujarati News

જીલ્લા પંચાયત ભરૂચ દ્વારા નવા ચૂંટાયેલ ધારાસભ્યોનો સત્કાર સમારંભ યોજાયો

(પ્રતિનિધિ)ભરૂચ, જીલ્લા પંચાયત ભરૂચ દ્વારા આજે જીલ્લામાં નવા ચૂંટાયેલ ધારાસભ્યોનો સત્કાર સમારંભ યોજાયો હતો.આ સમારંભમાં સ્વાગત પ્રવચન કરતાં જીલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ભારે મતથી વિજેતા બનેલા જીલ્લાની પાંચેય બેઠકોના ધારાસભ્યોને પ્રજાલક્ષી કામ જિલ્લાની વહિવટી પાંખ સાથે સંકલન કરીને સહજતાથી પાર પડે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ભરૂચ જીલ્લાના સાંસદ મનસુખ વસાવાએ શાબ્દિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, દેશના લોકલાડિલા પ્રધાનમંત્રીની આર્ત્મનિભર ભારતની સંકલ્પનાને સાકાર કરવા નવા ચૂંટાયેલ ધારાસભ્યોને પ્રજા વચ્ચે જઇને પ્રજાની સમસ્યાને સમજીને તેને ઉકેલવા હિમાયત કરી હતી.જીલ્લાના દરેક તાલુકા તથા ગામડામાં રહેતી પ્રજા વચ્ચે રાજ્ય તથા કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ સુપેરે પહોચે તે માટે પણ ઉપસ્થિત અધિકારીઓ તથા પદાધિકારીઓને જણાવ્યું હતું. નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ પણ આ પ્રસંગે જીલ્લાના વિકાસ માટે વહિવટી પાંખ સાથે સહકાર આપીને પ્રજાલક્ષી કાર્યો કરવાની નેમ વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.