Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દિલ્હી લિવ ઈન પાર્ટનરમાં રહેતી શ્રદ્ધાના હાડકાં કરવતથી કાપવામાં આવ્યા હતા

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીમાં પોતની લિવ ઈન પાર્ટનરની હત્યા કર્યા બાદ આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાની લાશના ૩૫ ટૂકડાં કર્યા હતા. બાદમાં આ ટૂકડાંઓ તેને જંગલમાં ફેંકી દઈ સગેવગે કર્યા હતા. એ પછી ચારેક મહિના બાદ આ હત્યા કેસનો ખુલાસો થયો હતો.

જે બાદ પોલીસે આરોપી આફતાબ પૂનાવાલાને ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ જ્યારે પોલીસે આરોપીની પૂછપરછ કરી તો તે પોલીસને કાર્યવાહીમાં સહયોગ આપવાના બદલે ગોળ ગોળ ફેરવી રહ્યો હતો. હત્યાનું સત્ય જાણવા માટે પોલીસે પોલીગ્રાફી ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ પણ કર્યો હતો.

એ પછી આરોપી આફતાબ હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. દિલ્હી પોલીસે શ્રદ્ધાના ૨૩ હાડકાઓનું પોસ્ટમોર્ટમ એનાલિસિસ કરાવ્યું હતું. એમ્સમાં મંગળવારે પોસ્ટમોર્ટમ એનાલિસિસિ થયું હતું. પોસ્ટમોર્ટમ એનાલિસિસમાં સામે આવ્યું કે, હાડકાઓને કરવતથી કાપવામાં આવ્યા હતા.

દિલ્હી પોલીસ જાન્યુઆરીના અંત સુધીમાં સાકેત કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી શકે છે. આ પહેલાં ૧૦ જાન્યુઆરીના રોજ દિલ્હીની સાકેત કોર્ટે શ્રદ્ધા વાલકરની હત્યાના આરોપી આફતાબ પૂનાવાલાની જ્યુડિશિયલ કસ્ટડી આગામી ૧૪ દિવસો સુધી વધારી દીધી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers