Western Times News

Gujarati News

ગીચ વસ્તી ધરાવતા મધ્ય ઝોનમાં હજાર જેટલા મકાન ‘ભયજનક’

રથયાત્રા રૂટમાં આવતા જમાલપુર, ખાડીયા, શાહપુર- દરિયાપુરના ર૭ર મકાન જાેખમીઃ ૧પ જેટલા વિવિધ પ્રકારના સ્ટાફ ક્વાર્ટરો પણ ભયજનક જાહેર કરવામાં આવતા ખળભળાટ!

(એજન્સી) અમદાવાદ, શહેરનો કોટ વિસ્તાર ધરાવતા મધ્ય ઝોનમાં અનેક પ્રશ્નો છે. વર્ષો જૂની પાણી, ગટરની લાઈન કહો કે ગેરકાયદેસર મકાનો, સાંકડા રોડ વગેરેના કારણે આ ઝોનના નાગરીકો વારંવાર એક અથવા બીજા પ્રકારની મુસીબતમાં મુકાઈ રહ્યા છે. જાે કે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વે હેઠળ મધ્ય ઝોનમાં આશરે એક હજારથી વધુ મકાનો ભયજનક હોવાની ચિંતાજનક બાબત પ્રકાશમાં આવી છે. ખુદ તેત્રની પ્રસિધ્ધ થયેલી તાકીદની જાહેર ચેતવણીને જાેતા આવા મકાન ટાઈમ બોમ્બ જેવા ખતરનાક હોઈ તેનાથી લોકોના કિંમતી જાનમાલ સામે ગમે ત્યારે આફત આવી શકે છે.

જમાલપુર ખાતેના પ્રસધ્ધ જગન્નાથજી મંદિરથી દર વર્ષની અષાઢી બીજે અમદાવાદની અસ્મિતા સમાન રથયાત્રા ઠાઠમાંઠથી નીકળતી હોય છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાજી સાથેેે તે દિવસે લોકોના સુખ-દુઃખથી વાકેફ થતં નીજમંદિરથી બહાર નીકળી નગરચર્યાએ ે નીકળતા હોઈ હજારો શ્રદ્ધાળુઓની ભીડ પ્રમુખના દર્શનાર્થેે સમગ્ર રથયાત્રાના રૂટ પર ઉમટી પડેે છે.

આ ઐતિહાસિક રથયાત્રા અગાઉ મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ ્‌વરા રૂટ પરના જાેખમી મકાનોનો સર્વે કરવામાં આવે છે. આ પણ એક પરંપરાગત સર્વેની પ્રક્રિયા બની છે. જે મુજબ દર વર્ષે રૂટ પરના જાેખમી મકાનોની સંખ્યામાં વધઘટ થાય છે. આ વખતના સર્વેમાં તંત્રના ચોપડેેેે કુલ ર૭ર મકાન ભયજનક હોવાનું નોંધાયુ છે.
જમાલપુર, ખાડીયા, શાહપુર અને દરિયાપુર વોર્ડમાં સમાવેશ ધરાવતા હતા. આ ર૭ર ભયજનક મકાનો ચાહે તે વપરાશી હોય કે બિનવપરાશી હોય, પરંતુ સતાવાળાઓ દ્વારા જે

તે મકાનના જર્જરીત ભાગનેે તત્કાળ ઉતારી લેવાની નોટીસ પાઠવાઈ છે. જાે કે જે તે મકાનના માલિક અને ભાડુઆત વચ્ચેના ઝઘડાના કારણેે તેના રીેપેરીંગનો મામલો ટલ્લે ચડતો રહે છે. પરિણામેેે વરસાદ બાદ ભયજનક મકાન આખેઆખુ તૂટી પડીને જાનમાલને ગંભીર નુકશાન થાય એવા કિસ્સા પણ નોંધાયા છે.
મધ્ય ઝોનના એેસ્ટેટ વિભાગે આ ર૭ર મકાનેને ભયજનક મકાનોમાં સામેલ તો કર્યા જ છે. પરંતુ કુલ ૧પ જેટલા વિવિધ પ્રકારના સ્ટોફ ક્વાર્ટસને પણ ભયજનક જાહેર કરવા માટેે ખળભળાટ મચી ગયો છે.

તંત્ર દ્વારા આજે ભયજનક મકાનો બાબતે તાકીદની જાહેર ચેતવણી મીડીયામાં પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેમાં શાહપુર, જુના મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટસ, કિરણનગર મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટસ, શાહપુર ઓફિસર્સ ક્વાર્ટર્સ, જમાલપુર સરદારબ્રિજ હેેલ્થ ક્વાર્ટસ, જમાલપુર કાચની મસ્જીદ પાસે હેલ્થ ક્વાર્ટર્સ, શાહપુર હેલ્થ ક્વાર્ટર્સ, ગીરધરનગર હેલ્થ ક્વાટર્સ, જમાલપુર નવા જે.પી.ક્વાર્ટસ, જમાલપુર જૂના જે.પી.ક્વાર્ટસ, મહેંદીકૂવા મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટસ, વાંસીવાડા સ્લમ, દરિયાખાન ઘુમ્મટ મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટસ, અસારવાના એમએલએ સ્લમ ક્વાર્ટર્સ, કંટોડીયાવાસ વાઘરીવાસ સ્લમ ક્વાર્ટસ, અને આંબેડકર આવાસ યોજનાનો સમાવેશ થાય છે. એક અંદાજ મુજબ મધ્ય ઝોનમાં કુલ ૧૦૦૦ આવાસ ભયજનક બન્યા છે.

આવા ભયજનક મકાનોમાં કોઈપણ વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં કે વસવાટ કે અન્ય ઉપયોગ કરવો નહીં તેમજ આવા ભયજનક જણાતા મકાનની આસપાસ અવરજવર કરવી નહી. આસપાસના મકાનોના ઉપયોગકર્તાઓએ સાવચેતી રાખવાની પણ તંત્રે લોકોને જાહેર ચેતવણી આપી છે. મ્યુનિસિપલ કમિશ્નર એમ થેન્નારસ દ્વારા અપાયેલી આ તાકીદની જાહેર ચેતવણીમાં કેટલીક જગ્યાઓમાં અગાઉ જીપીએમસી એક્ટની કલમ ર૬૪ તથા અન્ય જાેગવાઈઓ મુજબ નોટીસ અપાઈ હોવા છતાં આ બાતે જવાબદાર વ્યક્તિઓ દ્વરા ભયજનક મકાન કે તેનો ભાગ ઉતારવા કોઈ જ કાર્યવાહી કરી નથી કે કરતા નથી એવો સ્પષ્ટ ઉલ્લેખ પણ કરાયો છે. મધ્ય ઝોનનો હવાલો સંભાળતા ઇન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર રમ્યા ભટ્ટ કહે છે કેે ભયજનક મકાનોની સંખ્યાનો ચોક્કસ આંકડો હાલમાં ઉપલબ્ધ નથી. પરંતુ તેને કે એવા મકાનના ભયજનક ભાગને જેમ બને એમ જલ્દીથી ઉતારી લેવામાં આવે નહીંતર કોઈ પણ જાનમાલને નુકશાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જે તે આવા મકાનોના કબજેદારોની રહેશે.

ભયજનક જાહેર કરાયેલા મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટસ આશરે રપ થી ૪૦ વર્ષ જૂના છે. જે તમામ તંત્ર દ્વારા વેચાણે આપેલા છે. આ મકાનોનેે રિડેવલપમેન્ટ હેઠળ સમાવેશ કરવા મ્યુનિસિપલ સત્તાવાળાઓ તૈયાર છે. પરંતુ આપસી ઝઘડાથી તેમાં સંમતિ મળતી નથી એવો તંત્રનો દાવો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.