Western Times News

Gujarati News

ધારાસભ્યોએ પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત અમદાવાદ કલેકટરને કરી

ધારાસભ્યો અમિતભાઈ શાહ, અમૂલ ભટ્ટ, અમિત ઠાકર, જિતેન્દ્રભાઈ પટેલ, હાર્દિક પટેલ, બાબુસિંહ જાદવ, પાયલ કુકરાની, ઇમરાન ખેડાવાલા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં

વિવિધ વિભાગો વચ્ચેની બાબતો અને પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા કરવાના મંચ તરીકે સંકલન બેઠકનો ઉપયોગ કરવા કલેક્ટરશ્રીનો અનુરોધ

વર્ષ 2023ની જિલ્લા સંકલનની સૌ પ્રથમ બેઠક અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મળી હતી.અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ધવલ પટેલની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા સંકલનની બેઠકમાં સ્થાનિક ધારાસભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા સંકલનની બેઠકમાં પાણી, આરોગ્ય વ્યવસ્થા, જળસિંચન, જમીન ફાળવણી સંબંધિત બાબતો, અમૃત સરોવર, આધાર કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ વગેરે બાબતો અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

જિલ્લાના ધારાસભ્યશ્રીઓની લેખિત તેમજ મૌખિક રજૂઆતો અંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રી દ્વારા પરસ્પર સંકલનમાં રહીને દરેક પ્રશ્નોના યોગ્ય અને ઝડપી નિકાલ માટે સૂચના આપવામાં આવી હતી.

કલેક્ટરશ્રી દ્વારા જિલ્લા સંકલનની બેઠકનો વિવિધ વિભાગો વચ્ચેની બાબતો અને પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા કરવા માટેના મંચ તરીકે ઉપયોગ કરવા અનુરો કરવામાં આવ્યો હતો.

જિલ્લા સંકલનની બેઠકમાં સ્થાનિક ધારાસભ્યો સર્વેશ્રી અમિતભાઈ શાહ, અમૂલ ભટ્ટ, અમિત ઠાકર, જિતેન્દ્રભાઈ પટેલ, હાર્દિક પટેલ, બાબુસિંહ જાદવ, પાયલ કુકરાની, ઇમરાન ખેડાવાલા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં અને પોતપોતાના વિસ્તારના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.

જિલ્લા સંકલનની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા, અધિક નિવાસી કલેક્ટર શ્રી સુધીરભાઈ પટેલ, નાયબ અધિક નિવાસી કલેક્ટરશ્રી જોષીસાહેબ, પોલીસ અધિક્ષક શ્રી અમિત વસાવા સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા વિવિધ વિભાગના વડા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.