Western Times News

Gujarati News

“ધ નાઈટ મેનેજર” ફિલ્મનું ટ્રેલર જોઈ ફેન્સની વધી આતુરતા

મુંબઈ, અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર સ્ટારર ધ નાઈટ મેનેજરનું હિન્દી ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સિરિઝ આ જ નામની બ્રિટિશ જાસૂસી સિરીઝની હિન્દી રિમેક હોવાનું સામે આવ્યું ત્યારથી ફેન્સ ટ્રેલરની રાહ જાેઈ રહ્યા છે.

બે એકદમ આકર્ષક મોશન પોસ્ટર્સ રિલીઝ થયા બાદ લોકોમાં ઉત્સુકતા વધી હતી. ધ નાઈટ મેનેજરના નિર્માતાઓએ બ્રિટિશ સિરીઝનું ભારતીય વર્ઝન તૈયાર કર્યું છે.

આદિત્ય રોય કપૂર અને અનિલ કપૂરને દર્શાવતું તાજેતરમાં રિલીઝ કરવામાં આવેલું આ ટ્રેલર ખૂબ જ દિલચસ્પ છે. ઇન્સ્ટાગ્રામ પર ટ્રેલર રિલીઝ કરતા વેટર્ન એક્ટરે લખ્યું, એક ખતરનાક હથિયારોનો વેપારી, એક નાઇટ મેનેજર, પ્રેમ અને વિશ્વાસઘાતની ખતરનાક રમત – ઈટ્‌સ શો ટાઈમ! ટ્રેલરમાં અનિલ કપૂર ખતરનાક અને હેન્ડસમ દેખાય છે, આ સાથે જ તે આદિત્ય રોય કપૂર સાથે સ્પાય ગેમ રમતો દેખાય છે.

આદિત્ય સાથેનો આ તેનું બીજું કોલાબ્રેશન છે અને આ ખરેખર પ્રોમિસીંગ પણ લાગે છે. બંને સ્ક્રીન પર સારી રીતે જુગલબંધી જમાવે છે. ધ નાઈટ મેનેજરમાં શોભિતા ધુલીપાલા, તિલોતમા શોમ, સસ્વતા ચેટર્જી અને રવિ બહેલ પણ છે.

જણાવી દઈએ કે આ ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર ૧૭ ફેબ્રુઆરીએ રિલીઝ થશે. મૂળ બ્રિટિશ ટીવી સિરીઝ ધ નાઈટ મેનેજર ટોમ હિડલસ્ટન અભિનિત હતો અને તે જ્હોન લે કેરેની જાસૂસી થ્રિલર પર આધારિત હતી.

તેના રોલ વિશે વાત કરતાં આદિત્યએ કહ્યું, “જ્યારે મેં ઓરિજિનલ શો જાેયો, ત્યારે મને આ પાત્ર જે સફરમાંથી પસાર થઈ રહ્યું છે તે વિશે મને આશ્ચર્ય થયું. તે એવી વ્યક્તિ છે જે પહેલા આ બાબતમાં સામેલ થવા માંગતો નથી, પરંતુ પછી પોતાની કિસ્મતના ટિ્‌વસ્ટ અને ટર્નને કારણે તે આમ કરવા માટે મજબૂરી અનુભવે છે. આ બાદ શોમાં તે પાત્રને તમામ મુશ્કેલીઓમાંથી પસાર થતો બતાવવામાં આવે છે.

શોનો ભાગ બનવા અંગેની એક્સાઈટમેન્ટ પણ એક્ટરે શેર કરી. તેણે કહ્યું એક્ટર માટે એક એવું પાત્ર બનવું એ તેના સ્વપ્નનો ભાગ છે કે જેમાં ઘણા શેડ્‌સ હોય. અન્ય એક વસ્તુ જેણે મને આ પ્રોજેક્ટ તરફ આકર્ષ્યો તે શોનો ટોન હતો, તે જરૂરી નથી કે હિન્દી સિનેમામાં મને આ બાબત અત્યાર સુધી એક્સપ્લોર કરવાની તક મળી હોય.” સંદીપ મોદી દ્વારા નિર્મિત અને નિર્દેશિત, આ શો સારી લોકપ્રિયતા મેળવશે તેવી અપેક્ષા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.