Western Times News

Gujarati News

ડભોઇ પો.સ્ટે હદમાંથી ચોરાયેલ બાઇક સાથે એક વાહન ચોરો ઝડપાયો

(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી જીલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સારું કરેલ સુચનાની અમલવારીના ભાગરૂપે ગત તા. ૨૨/૦૧/૨૦૨૩ના રોજ એ.વી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી ખેડા- નડીયાદ નાઓએ આપેલ સુચનાની અમલવારીના ભાગરૂપે એલ.સી.બી. સ્ટાફના હે.કો.વિનોદકુમાર,. ઋતુરાજસિંહ, રઘુવીરસિંહ, અમરાભાઇ, રણજીતસિંહ, કેતનકુમાર તથા કુલદિપસિંહ વિગેરે નાઓ નડિયાદ ટાઉન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હેઙકો. વિનોદકુમાર તથા પો.કો.કેતનકુમાર નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે સંતઅન્ના ચોકડી ખાતેથી બાતમી વર્ણન મુજબનો ઇસમ બાઇક લઇ મહુધા તરફથી આવતા સદરહું ઇસમને સાથેના પંચો રૂબરૂ કોર્ડન કરી રોકી લઇ સદર ઇસમ સુશીલકુમાર જગદીશપ્રસાદ પ્રજાપતી રહે.મુળ લૌહર પશ્ચિ મહાર્ષી દયાનંદ ઇન્ટર કોલેજ પાસે, સુલતાપુર યુ.પી. હાલ રહે.કઠલાલ સંગીતા હોટેલ તા.કઠલાલ જી.ખેડાનાને એક બજાજ કંપનીના પ્લેટીના મો.સા. રજી. નંબર-જી.જે.૦૬.એફ.પી.૧૦૨૨ કિ.રૂ. ૨૦,૦૦૦/- તથા અંગઝડતીમાંથી મળી આવેલ એક લાવા કંપનીનો મો.ફોન કિ.રૂ.૫૦૦/- નો મળી કુલ્લે રૂ.૨૦,૫૦૦/-ની સાથે મળી આવતા સદર મો.સા. બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ નહિ આપતા સદરહું ઇસમ પાસેથી ઉક્ત મો.સા. સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી સદરહું ઇસમને સી.આર.પી.સી. કલમ ૪૧-(૧)-ડી મુજબ અટક કરેલ છે.

સદરી પકડાયેલ ઇસમને આ બજાજ પ્લેટીના મો.સા. બાબતે પુછપરછ કરતા આજથી આશરે પાંચેક દિવસપહેલા વડોદરા ગ્રામ્ય જીલ્લાના વસઇગામ નવી નગરીખાતેથી ચોરી કરેલાની કબુલાત કરતા જે બાબતે ખરાઇ કરતા ડભોઈ પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૧૧૧૯૭૦ ૧૪૨૩ ૦૧૩૬ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.