Western Times News

Gujarati News

એવું તે શું થયું કે, ઇંટોના ભઠ્ઠા પાસે રહેતા શ્રમજીવીના ઝૂપડામાં અચાનક આગ લાગી

પ્રતિકાત્મક

વડોદરા, વડોદરાના પાદરા તાલુકાના મજાતણ ગામની સીમમાં ઇંટોના ભઠ્ઠામાં રહેતા એક પરિવારના ઝૂંપડામાં આંગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં પિતા-પુત્રીને ગંભીર રીતે ઇજા પહોંચી હતી. જેમાં બે વર્ષની માસુમ બાળકીનું ટૂંકી સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં કરુણ મોત નિપજયું હતું.

આ બનાવની વિગત એવી છે કે પાદરા તાલુકાના મજાતણ ગામની સીમમાં ઇંટોનો ભઠ્ઠો આવેલો છે. આ ઇટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા શ્રમજીવીઓ ઈંટોના ભઠ્ઠાની બાજુમાં આવેલી ખૂલ્લી જગ્યામાં ઝુપડાઓ બાંધીને રહે છે. જેમાં મૂળ યુ.પી.ના વતનીઆશિષકુમાર જાવટ પણ પરિવાર પણ ઝૂપડું બાંધીને રહે છે. મોડી સાંજે તેઓ તેમની બે વર્ષની પુત્રી રેતી ઝૂંપડામાં હાજર હતા.

તે સમયે ઝૂપડામા સળગાવેલ ચુલામાં લટકતું પ્લાસ્ટિક પડી જતા પ્લાસ્ટિકના કારણે આગ ફાટી નીકળી હતી. જેમાં આશિષભાઇ પગમાં દાઝી ગયા હતા અને તેમની બે વર્ષની પુત્રી પણ પ્લાસ્ટિક શરીર ઉપર પડવાના કારણે કપડાં આગની લપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝી ગઈ હતી.

બે વર્ષની બાળકીને તુર્તજ ૧૦૮ એમ્બ્યુલન્સમાં પ્રથમ વડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વડોદરા સયાજી હોસ્પિટલમાં બે વર્ષની બાળકી રેતીનું સારવાર દરમિયાન કરુણ મોત દીધી હતું.

મજાચણ ગામની સીમમાં આવેલા ઈંટોના ભઠ્ઠામાં બનેલી આ ઘટનાને પગલે ઈંટોના ભઠ્ઠા ઉપર રહેતા શ્રમજીવીઓમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. તો બીજી બાજુ વાડુ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના મજાતણ ગામની સીમમાં શના બ્રિક્સ નામના ઇટોના ભઠ્ઠામાં બની હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.