Western Times News

Gujarati News

સોમવારે વહેલી સવારે અમદાવાદમાં ગાઢ ધુમ્મસ છવાયું

અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ-દાહોદ-અંબાજીમાં કરા પડ્યા: રાજ્યમાં વરસાદી માહોલ

અમદાવાદ, ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારમાં આફતનો વરસાદ વરસ્યો હતો. દાહોદ અને અંબાજીમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો પાટણમાં તો જાેરદાર વરસાદી ઝાપટાના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા અને કેટલાક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા.

રાજ્યમાં સોમવારે વહેલી સવારથી જ ધુમ્મસ વાળું વાતાવરણ છવાઈ ગયું હતું. જેને લીધે રસ્તાઓ પર ટ્રાફિકની ગતી ધીમી પડી ગઈ હતી. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે અને NH-48 પર ગાઢ ધુમ્મસ વાહન ચાલકોએ સાવધાની પૂર્વક વાહન ચલાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. 

મોડી રાતથી અમદાવાદ ધુમ્મસવાળું વાતાવરણ થતાં વિઝિબિલિટી ના હોવાને કારણે અનેક ફ્લાઇટ રદ કરવામાં આવી, તો અનેક ફલાઇટનો સમય મોડો કરવામાં આવ્યો હતો. ગત રાતથી વિઝિબિલિટી ના હોવાને કારણે ફ્લાઇટ લેન્ડ પણ ના થઈ શકી કે ફ્લાઇટ ટેક ઓફ પણ ના થઇ શકી.

એને કારણે એરપોર્ટ પર મોડી રાતથી જ મુસાફરોનો જમાવડો શરૂ થયો હતો. મુસાફરો સતત આવતા-જતા હતા, પરંતુ ફલાઇટ ઊપડતી જ નહોતી, જેના કારણે એરપોર્ટની અંદર એસટી બસ સ્ટેશન જેવો માહોલ બની ગયો હતો.

સતત બીજા દિવસે કમોસમી વરસાદી કહેર વરસતા ખેતીપાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જેના કારણએ ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદી કહેર જાેવા મળ્યો હતો. આજે અંબાજી અને આસપાસના વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. અંબાજીમાં ગતરાત્રિથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. કડકડતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેતીપાકોને લઈ ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

પાટણના સિદ્ધપુરમાં આજે બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. સિદ્ધપુરમાં બપોરના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ગણતરીની મિનિટોમાં જ શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયેલા જાેવા મળ્યા હતા.

દાહોદ જિલ્લામાં રવિવારે વાદળછાયા વાતારણ બાદ લીમખેડા, ધાનપુર અને ઝાલોદ પંથકના કેટલાંક ગામોમાં વરસાદ સાથે કરાં પડતાં આશ્ચર્ય ફેલાયુ હતું. શનિવારના રોજ પણ વાતાવરણ બદલાયા બાદ કેટલાંક વિસ્તારોમાં કમોસમી ઝાપટા પડ્યા હતા.ઝાલોદ તાલુકાના મીરાખેડી પંથકમાં કરા સાથે વરસાદી ઝાપટું દસ મિનિટ સુધી ચાલ્યુ હતું.

ગામોમાં ધોધમાર વરસાદનું ઝાપટું પડ્યું અને બરફના કરા સાથે વરસાદ પડતાં ખેડૂતો ચોકી ઉઠ્‌યા હતાં. આ ઘટનાથી ખેતીપાકમાં વ્યાપક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.ધાનપુર તાલુકાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો હતો. અહીં પણ કરા સાથે વરસાદનું ઝાપટુ પડ્યુ હતું.

ધાનપુરના રામપુર, બોગડવા, નાગટી, ઘોડા, અગાસવાણી સહિતના વિસ્તારોમાં કરા સાથેનો વરસાદ પડ્યો હતો. જ્યારે અડધો-અડધ તાલુકો કોરો જ રહ્યો હતો. આ સાથે લીમખેડા પંથકમાં પણ બપોરના સમયે ૨૦ મિનિટ સુધી કમોસમી વરસાદ પડ્યો હતો. તેમાં કેટલાક ગામોમાં કરા પડ્યા હોવાના અહેવાલ પણ મળ્યા હતા.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સતત બીજા દિવસે પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં આફતનો વરસાદ વરસ્યો હતો. દાહોદ અને અંબાજીમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો પાટણમાં તો જાેરદાર વરસાદી ઝાપટાના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા અને કેટલાક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. સતત બીજા દિવસે કમોસમી વરસાદી કહેર વરસતા ખેતીપાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જેના કારણએ ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદી કહેર જાેવા મળ્યો હતો. આજે અંબાજી અને આસપાસના વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. અંબાજીમાં ગતરાત્રિથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. કડકડતી ઠંડી વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેતીપાકોને લઈ ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

પાટણના સિદ્ધપુરમાં આજે બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. સિદ્ધપુરમાં બપોરના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ગણતરીની મિનિટોમાં જ શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયેલા જાેવા મળ્યા હતા.

દાહોદ જિલ્લામાં રવિવારે વાદળછાયા વાતારણ બાદ લીમખેડા, ધાનપુર અને ઝાલોદ પંથકના કેટલાંક ગામોમાં વરસાદ સાથે કરાં પડતાં આશ્ચર્ય ફેલાયુ હતું. શનિવારના રોજ પણ વાતાવરણ બદલાયા બાદ કેટલાંક વિસ્તારોમાં કમોસમી ઝાપટા પડ્યા હતા.

ઝાલોદ તાલુકાના મીરાખેડી પંથકમાં કરા સાથે વરસાદી ઝાપટું દસ મિનિટ સુધી ચાલ્યુ હતું. ગામોમાં ધોધમાર વરસાદનું ઝાપટું પડ્યું અને બરફના કરા સાથે વરસાદ પડતાં ખેડૂતો ચોકી ઉઠ્‌યા હતાં. આ ઘટનાથી ખેતીપાકમાં વ્યાપક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

ધાનપુર તાલુકાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો હતો. અહીં પણ કરા સાથે વરસાદનું ઝાપટુ પડ્યુ હતું. ધાનપુરના રામપુર, બોગડવા, નાગટી, ઘોડા, અગાસવાણી સહિતના વિસ્તારોમાં કરા સાથેનો વરસાદ પડ્યો હતો. જ્યારે અડધો-અડધ તાલુકો કોરો જ રહ્યો હતો. આ સાથે લીમખેડા પંથકમાં પણ બપોરના સમયે ૨૦ મિનિટ સુધી કમોસમી વરસાદ પડ્યો હતો. તેમાં કેટલાક ગામોમાં કરા પડ્યા હોવાના અહેવાલ પણ મળ્યા હતા.

અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આજે રવિવારની સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાની જાણકારી મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં સવારથી જ ભેજ વાળું વાતાવરણ હતું અને પછી ઝરમર ઝરમર વરસાદ પણ પડ્યો હતો. નરોડા, નિકોલ, ચંડોળા, ઈસનપુર, બાપુનગર, એલિસબ્રિજ, મેઘાણીનગર, મણિનગર, સિંધુ ભવન રોડ સહિત વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની સવારી પધારી હતી.

માત્ર અમદાવાદ જ નહીં, રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ભાવનગર, વડોદરા, આણંદ, મહિસાગર, પંચમહાલ, અરવલ્લી, દાહોદ વગેરે સ્થળોએ પણ વરસાદ પડ્યો હોવાની જાણકારી મળી રહી છે. દક્ષિણ ગુજરાતના વિવિધ ગામમાં પણ ચોમાસાની જેમ જ ઓછા-વત્તા પ્રમાણમાં વરસાદ જાેવા મળ્યો હતો. ઘણાં વિસ્તારો એવા છે જ્યાં વરસાદ નથી પરંતુ વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે.

ભર શિયાળે આ પ્રકારે વરસાદ પડતા ખેડૂતોને પાક બગડવાની ચિંતા સતાવી રહી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે માછીમારોને પણ ૨૪ કલાક દરિયો ન ખેડવાની સૂચના આપી છે. કમોસમી વરસાદની સાથે ઠંડીનો ચમકારો પણ યથાવત્ત રહેશે.

ખાસકરીને રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથમાં કોલ્વેવની આગાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પણ ગુજરાતીઓ આ વાતાવરણના સંદર્ભમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વર્ગ આ પ્રકારના વાતાવરણની મજા માણી રહ્યો છે જ્યારે ઘણાં લોકો ખેડૂતો માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.