Western Times News

Gujarati News

ભરૂચમાં વસતા કિન્નર સમાજ દ્વારા સ્મશાન અને કબ્રસ્તાન માટે જમીન ફાળવવા માંગ

ભરૂચ, ભરૂચ જીલ્લામાં વસતા કિન્નર સમાજ માટે સ્મશાન અને કબ્રસ્તાન માટે ભૂમિ ફાળવવાની માંગ સાથે કલેકટરને કિન્નર સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચના વેજલપુર સ્થિત કિન્નર સમાજના અખાડાના ગાદીપતિ નાયક કોકિલાકુંવરની આગેવાનીમાં તેનો શિષ્યો દ્વારા આજરોજ ભરૂચ જીલ્લા કલેકટરને આવેલ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.જેમાં જણાવાયું છે કે ભરૂચ જીલ્લામાં ૧૦૦ થી વધુ કિન્નર સમાજમાં લોકો આમ સામાજીક નાગરિક તરીકે વર્ષોથી રહી જીવન પસાર કરી રહ્યા છે.ચૂંટણી સમયે પણ ભારતીય અને સ્થાનિક નાગરિક તરીકે પોતાનો કિંમતી વોટ આપી ભારતીય નાગરિકતાની અમૂલ્ય ફરજ નિભાવીએ છીએ.ભરૂચ જીલ્લામાં વસેલા તમામ કિન્નરોને એક મોટી સમસ્યા ઉભી થઈ છે.

જેમાં પહેલાના સમયે કિન્નર સમાજના કોઈ સભ્યનું મોત નીપજે તો અસ્થાયી જગ્યા પર મૃતદેહની દફનવિધિ કરવામાં આવતી હતી.હવે શહેરી વિસ્તારમાં રહીશોના વસવાટ વધવાના કારણે મૃતકની દફનવીધી કે અંતિમ સંસ્કાર માટે જગ્યાનો અભાવ ઉભો થયો છે.જેના કારણે ભરૂચના કોઈ વિસ્તારમાં વર્ષના ૩૬૫ દિવસ દરમ્યાન નાના મોટા વાહનોની અવરજવર સંભવ બને તે રીતે ઓછામાં ઓછી ૩ એકર જમીન ફાળવવામાં આવે જેના કારણે કિન્નર સમાજના મૃતકની અંતિમ સંસ્કાર વિધિ ગર્વથી સંપન્ન કરી શકાય.

ભરૂચની જીવાદોરી સમાન પવિત્ર માં નર્મદા નદીના કિનારા પાસે સ્મશાન કબ્રસ્તાન માટે જગ્યા ફાળવવામાં આવે તેવી પણ લાગણી કિન્નર સમાજ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
વર્ષો થી ભરૂચ જીલ્લામાં વસતા કિન્નર સમાજ દ્વારા પ્રથમવાર અંતિમ વિધિ માટે જગ્યા ફાળવવાની માંગણી કરવામાં આવી છે.ત્યારે વહીવટી તંત્ર શું દ્વારા તેઓને જગ્યા ફાળવણી માટે યોગ્ય કાર્યવાહી કરે છે કે નહિ તે જાેવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.