Western Times News

Gujarati News

જંંબુસર ખાતે દિવ્યાંગો માટે ઉદ્યોગ સાહસિકતા તાલીમ કેમ્પનો પ્રારંભ

(પ્રતિનિધિ) ભરૂચ, સમાજ સુરક્ષા કચેરી ઈડીઆઈસી એન્ડ વુમન એન્ટર પ્રીનીયરશીપ ફાઉન્ડેશન દ્વારા શારીરિક અપંગતા ધરાવતા દિવ્યાંગ ભાઈ – બહેનો માટે બાર દિવસનો ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ જંબુસર સ્વરાજ ભવન ખાતે પ્રોગ્રામ કોર્ડીનેટર ચંદુભાઈ પરમારની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો.જેમાં ટ્રેનર તરીકે એમ પી પંડ્યા સેવા આપી રહ્યા છે દિવ્યાંગોને આર્થિક પ્રવૃત્તિ સાથે સાંકળી પગભર કરવાના ભાગરૂપે તાલીમનો પ્રારંભ કરાયો તાલીમમાં વ્યવસાય પસંદગી માર્કેટ સર્વે વિકાસ નાણાકીય સંચાલન બજાર સંચાલન મશીનરી પસંદગી સિદ્ધિ પ્રેરણા સહિતના વિષયો આવરી લેવામાં આવશે.

વ્યક્તિના વિચારમાં વાતાવરણ ઊભું કરવામાં આવે તો વિચારમાં વ્યવહારમાં બદલાવ આવે તો જ સફળ ઉદ્યોગ સાહસિકતા ઊભી થાય છે.દરેક વ્યક્તિએ હંમેશા હકારાત્મક વિચારો કરવા જાેઈએ અને દિવ્યાંગોએ માનસિક દિવ્યાંગ ન બનવા જણાવ્યું હતું.ઉદ્યોગ સાહસિકનું નિર્માણ અંગે વિવિધ દ્રષ્ટાંતો સાથે ટ્રેનર એમ પી પંડ્યાએ સમજણ આપી હતી.તો સદર કેમ્પમાં દિવ્યાંગો ઉત્સાહ પૂર્વક જાેડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.