Western Times News

Gujarati News

ABHA કાર્ડમાં દર્દીઓની વર્ષો જુની કેસ હિસ્ટ્રી સચવાશે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, રાજ્યની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દી પોતાની મેડિકલ હિસ્ટ્રી અથવા સારવાર રિપોર્ટ સાચવવામાં ઘણી મુકેલી પડે છે. રાજ્ય સરકાર દર્દીઓની મેડિકલ હિસ્ટ્રીની સાચવણી થાય તે માટેની ખાસ સુવિધા ઉભી કરી છે.

રાજ્ય સરકાર આરોગ્ય સુવિધામાં વધારો કરવા માટે ABHA ડિજિટલ હેલ્થ કાર્ડ સુવિધા ઉભી કરી છે. આ કાર્ડમાં દર્દીની તમામ સારવારની ડેટા એકઠો કરવામાં આવશે. જ્યારે દર્દી ડોકટર પાસે સારવાર માટે જાય ત્યારે ભૂતકાળમાં કઈ બીમારીની સારવાર લીધી છે. સારવારના રિપોર્ટ અને દવાની વિગત માત્ર એક કાર્ડ માહિતી મેળવી શકશે.

મ્યુનિ. આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકી અને હેલ્થ કમિટિ ચેરમેન ભરતભાઈ પટેલના જણાવ્યા મુજબ ABHA કાર્ડથી દર્દી અને આરોગ્ય વિભાગને મોટા ફાયદો થયો છે. ખાસ કરીને દર્દીઓ વર્ષો જૂની બીમારીની હિસ્ટ્રી સાચવી શકતા નથી.

જેથી સારવાર દરમિયાન ડોકટર સામે દર્દી બીમારીની વિગતો રજૂ કરી શકતા નથી. આથી કેટલીક વાર સારવારમાં મુકેલી થાય છે. જાે કે આ તમામ સમસ્યાના સમાધાન માંટે ABHAકાર્ડ સુવિધા ઉભી કરવામાં આવી છે. જેથી દર્દીની ૨૦ વર્ષ જૂની મેડિકલ હિસ્ટ્રી પણ ડોકટર એક ક્લિક આધારે મેળવી શકશે.

આયુષ્યમાં ભારત ડિજિટલ સેવામાંથી એક સેવા એટલે ABHA ડિજિટલ હેલ્થ કાર્ડ છે. આ કાર્ડ દર્દીની સારવારની વિગત માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ હેલ્થ કાર્ડમાં દર્દીની તમામ સારવારની વિગત એક જગ્યાએ એકત્રિત કરવામાં આવે છે. જેમાં દર્દીએ કઈ હોસ્પિટલમાં સારવાર લીધી.

દર્દીના સારવાર દરમિયાનના તમામ રિપોર્ટ, દર્દીને કઈ કઈ દવા આપવામાં આવી તેની વિગત, ભૂતકાળમાં દર્દી કઈ બીમારી થઈ હતી તેવી તમામ રિકોર્ટ આ કાર્ડમાં એકત્રિત કરવામાં આવે છે. જ્યારે દર્દી ડોકટર પાસે સારવાર લેવા માટે જાય છે ત્યારે કોઈ ફાઇલ બતવાની જરૂર નથીમ દર્દી પાસે ટ્ઠહ્વરટ્ઠ કાર્ડ હોય તો તેનો નંબર ડોકટરને આપવાથી તમામ વિગત મળી જાય છે.

જેથી ડોકટર પણ સરળતાથી દર્દીની સારવાર કરી શકવા છે.રાજ્યની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સ પર કયું આર કોર્ડ લાગવામાં આવ્યો છે. કોઈ પણ દર્દીની મેડિકલ હિસ્ટ્રી મેળવવી હોય તો ABHA કાર્ડ સ્કેન કરીને મેળવી શકાય છે. આ ઉપરાંત ૧૦૮ એમ્બ્યુલન્સ ઓપરેટર પણ દર્દીને ટ્ઠહ્વરટ્ઠ કાર્ડ કઢાવવા માટે મદદરૂપ થઇ રહ્યા છે.

ABHA કાર્ડ માટે દર્દી અથવા કોઈ પણ વ્યક્તિનો આધાર નંબર મારફતે કાર્ડ કાઢી શકે છે. આ ઉપરાંત આયુષ્યમાં ભારતની વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટેશન કરીને આ કાર્ડ મેળવી શકાય છે.આરોગ્ય વિભાગ તમામ સેવાઓને ડિજિટલ કરી રહી છે. જેના ભાગરૂપે દર્દીની મેડિકલ હિસ્ટ્રીનો ડેટા પણ ABHA કાર્ડ મારફતે આરોગ્ય વિભાગ પાસે રહેશે.

આ ડેટા આધારે આરોગ્ય વિભાગ પાસે તમામ બીમારીની વિગતો સરળતાથી મેળવી શકશે. આ ડેટા આધારે આરોગ્ય વિભાગ મેડિકલ સુવિધાઓ ઉભી કરવામાં મદદરૂપ થશે. કઈ બીમારીના દર્દી વધારે છે કઈ બીમારીના દર્દી ઓછા છે. કઈ દવા વપરાશ વધારે છે વગેરે જેવા ડેટા પણ આરોગ્ય વિભાગને ટ્ઠહ્વરટ્ઠ કાર્ડ મારફતે મળશે.

રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં દર્દીઓના સારવારની વિગતો સાચવવા માટે ખર્ચ થતો હતો. ફાઇલ અને રિપોર્ટ પાછળ વપરાતા પેપરનો ખર્ચમાં હવે ઘટાડો થશે. આ ઉપરાંત હોસ્પિટલમાં કેસ ફાઈલો સાચવવા માટે પણ મુકેલી પડતી હતી.

કેટલીક વાર ફાઈલો ખરાબ થઈ જવી અથવા આગની ઘટનામાં નાશ થઈ જવી તેવા સંજાેગોમાં દર્દીનોની મેડિકલ હિસ્ટ્રી નાશ થઈ જતી હતી. હવે ડિજિટલ એવા મારફતે તમામ ડેટા ઓનલાઈન સચવાયેલા રહે તે માટે ABHA કાર્ડની સુવિધા ઉભી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.